મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં રવાપર ચોકડીએ બાળક-ગાંધીચોકમાં યુવાનના પગ ઉપર અજાણ્યા વાહન ચાલકે વ્હીલ ફેરવી દીધું !


SHARE







મોરબીમાં રવાપર ચોકડીએ બાળક-ગાંધીચોકમાં યુવાનના પગ ઉપર અજાણ્યા વાહન ચાલકે વ્હીલ ફેરવી દીધું !

મોરબીમાં રવાપર ચોકડી નજીક તથા ગાંધીચોક પાસે રસ્તાની નજીકમાં સૂતેલ એક બાળક અને એક યુવાનના પગ ઉપરથી અજાણ્યા વાહનના ચાલકોએ તેના વાહનના ટાયર ફેરવી દીધા હતા જેથી કરીને ઇજા પામેલા બંને વ્યક્તિને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બંને બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.

મોરબીમાં રવાપર ગામ નજીક રહેતા ખોડા સંજયભાઈ ડાભી (13) નામનો બાળક રવાપર ચોકડી પાસે રસ્તા નજીક સૂતો હતો દરમિયાન ત્યાં કોઈ અજાણ્યા વાહનના ચાલકે તેના પગ ઉપરથી વ્હીલ ફેરવી દીધું હતું જેથી કરીને બાળકને પગમાં ઇજા થયેલ હોવાથી તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈને આવ્યા હતા આવી જ રીતે મોરબી વીસીપરા વિસ્તારમાં રહેતા ભોલાભાઈ ભગવાનભાઈ કોળી (46) નામનો યુવાન રોડ સાઈડમાં સૂતો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેના પગ ઉપરથી વ્હીલ ફેરવી દીધું હતું જેથી કરીને યુવાનને ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બંને બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બંને બનાવની નોંધ કરી આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

ત્રણ શખ્સોએ માર માર્યો

મોરબીમાં ગાંધીચોક પાસે રહેતા મુકેશભાઈ નાનજીભાઈ ગણાવા (22) નામના યુવાનને વીસી ફાટક નજીક દિપકભાઈ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હતો જેથી ઈજા પામેલ હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News