મોરબીમાં કચરમાંથી ગેસ બનાવવા 13 એકર જમીન ઉપર 146 કરોડના ખર્ચે બનશે આધુનિક પ્લાન્ટ: જયંતિભાઈ પડસુંબિયા મોરબીમાં જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૦ દર્દીઓએ લાભ લીધો ટંકારાના લજાઈ નજીક રોડ ક્રોસ કરતાં યુવાનને કાર ચાલકે હડફેટે લેતા માથામાં હેમરેજ તું મને ક્યાંય ભેગો થતો નહીં નહિતર તને જાનથી મારી નાખીશ: ટંકારામાં યુવાનને એક શખ્સે આપી ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 2 શખ્સ પકડાયા મોરબીના બેલા ગામ પાસે કારખાનામાં ટેબલ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ 4 વર્ષની બાળકીનું સારવારમાં મોત અમદાવાદના યુવાને ધંધામાં આર્થિક સંકળામણ આવતા હળવદ નજીક કેનાલમાં ઝંપલાવીને કર્યો આપઘાત   મોરબીના રવાપર ગામે રહેતા યુવાનનું કેન્સરની બીમારી સબબ મોત
Breaking news
Morbi Today

ટંકારા નજીક રિક્ષા બોલેરો ગાડી પાછળ અથડાતાં એક જ પરિવારના ચાર લોકોને ઇજા


SHARE









ટંકારા નજીક રિક્ષા બોલેરો ગાડી પાછળ અથડાતાં એક જ પરિવારના ચાર લોકોને ઇજા

ટંકારા નજીક મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર હોટલની સામેના ભાગમાં રીક્ષા અને બોલેરો ગાડી વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ચાર લોકોને ઈજા થયેલ છે જેથી તેઓને 108 મારફતે સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના કાલીકા પ્લોટ વિસ્તારમાં રહેતા લલીતાબેન કિશોરભાઈ તેઓના દીકરા અમરભાઈ કિશોરભાઈ, પુત્રવધુ શોભનાબેન અમરભાઈ, અને પૌત્ર રાજ અમરભાઈ સાથે સીએનજી રીક્ષા નંબર જીહે 3 બીએક્સ 9500 માં બેસીને મોરબીથી રાજકોટ તરફ જઈ રહ્યા હતા દરમિયાન ટંકારાથી આગળના ભાગમાં રાજકોટ તરફ આવેલ ખજુરા હોટલ સામેના ભાગમાં બોલેરો ગાડી નંબર જીજે 36 વી 6165 ની પાછળના ભાગમાં સીએનજી રીક્ષા અથડાઈ હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ચારેય વ્યક્તિઓને ઈજા થઇ હોવાથી તેઓને સારવાર માટે 108 મારફતે પ્રથમ ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ તેને વધુ સારવાર માટે મોરબી લઈ જવામાં આવેલ છે અને અકસ્માતના આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News