મોરબીના આમરણ ચોવીસી વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ ખેલ પડી દીધો !: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપના 17 સભ્યો 5.97 કરોડના વિકાસ કામ લઈ ગયા, કોંગ્રેસનાં 7 સભ્યોના 1.93 કરોડના કામો નામંજૂર ! મોરબીની હિરાપર પ્રાથમિક શાળામાં પરીક્ષા બાદના નવરાશના દિવસો બન્યા સર્જનાત્મકતાના ઉત્સવ સમાન મોરબી વૃધ્ધાશ્રમના વડીલોને મીઠા મોઢા કરાવી દિપાવલીની શુભેચ્છા પાઠવતા મહિલા પીઆઇ  એમ.બી.મીસ્ત્રી મોરબીના રંગપર ગામ નજીક અક્સમાતના બનાવમાં આધેડનું ઘટના સ્થળે જ મોત મોરબીમાંથી 4 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા મોરબીના ખાખરાળા ગામે ઊંચાઈ ઉપરથી નીચે પટકાતાં ઇજા પામેલ બાળક રાજકોટ સારવારમાં મોરબીના મચ્છુ-2 ડેમમાં મામા સાથે નહાવા ગયેલ ભાણેજનું પાણીમાં ડૂબી જવાથી મોત
Breaking news
Morbi Today

માળિયા (મી)ની ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી 333 બોટલ ભરેલ બ્રેજા કાર સાથે એક પકડાયો: એકની શોધખોળ


SHARE









માળિયા (મી)ની ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી 333 બોટલ ભરેલ બ્રેજા કાર સાથે એક પકડાયો: એકની શોધખોળ

માળિયા મિયાણા નજીક હાઈવે ઉપર ઓનેસ્ટ ચેકપોસ્ટ આવેલ છે ત્યાંથી પસાર થઈ રહેલા બ્રેજા કારને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તે ગાડીમાંથી દારૂની 333 બોટલ મળી આવી હતી જેથી પોલીસે દારૂ અને કાર મળીને કુલ 8.04 લાખનો મુદામાલ કબજે કર્યો છે અને એક આરોપીને ઝડપી લીધેલ છે જો કે, અન્ય એકનું નામ સામે આવ્યું છે.

માળિયા મિયાણાં તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે કચ્છ તરફથી સફેદ કલરની નંબર પ્લેટ વગરની બ્રેજા ગાડી આવી રહી હતી તે ગાડીમાં દારૂ હોવાની બાતમી મળી હતી જેથી પોલીસે હાઇવે ઉપર વોચ ગોઠવી હતી ત્યારે માળિયા નજીક આવેલ ઓનેસ્ટ ચેક પોસ્ટ પાસે મળેલ બાતમી મુજબની કાર નીકળતા તે કારને રોકી હતી અને તે કારની તલાસી લેવામાં આવતા તેમાંથી દારૂની જુદીજુદી બ્રાન્ડની કુલ મળીને 333 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 3,89,700 ની કિંમતનો દારૂનો જથ્થો, 4 લાખની બ્રેજા કાર અને 15 હજાર રૂપિયાની કિંમતનો મોબાઈલ આમ કુલ મળીને 8,04,700 નો મુદામાલ જપ્ત કર્યો છે અને પોલીસે કાર ચાલક સુરેશ અજાભાઇ ચૌધરી રહે. બાડમેર રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી સુરેશ ચુન્નારામ (મેઘવાલ) રહે. હાલ ગાંધીધામ મૂળ રાજસ્થાન વાળાનું નામ સામે આવ્યું છે જેથી તે બંનેની સામે ગુનો નોંધીને પોલીસે બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News