મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

ટંકારાના છતર ગામે બીમારી સબબ સારવારમાં ખસેડાયેલ યુવાનનું બેભાન અવસ્થામાં જ મોત


SHARE







ટંકારાના તર ગામે બીમારી સબબ સારવારમાં ખસેડાયેલ યુવાનનું બેભાન અવસ્થામાં જ મોત

ટંકારા તાલુકાના છતર ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાનને બીમારી સબબ તેના પત્ની સારવાર માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવતા હતા દરમિયાન રસ્તામાં તે યુવાન બેભાન થઈ ગયો હતો અને તેને બેભાન હાલતમાં હોસ્પિટલે લઈને આવતા ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો. આ બનાવની ટંકાર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાંચવડા ગામે તોરણ ફળિયાના રહેવાથી અને હાલમાં ટંકારા તાલુકાના છતર ગામે ગોવર્ધનભાઈ પટેલની વાડીએ રહીને મજૂરી કામ કરતા દીપુભાઈ મંગળાભાઈ પરમાર (37)ને બીમારી સબબ તેઓના પત્ની સંગીતાબેન સારવાર માટે લઈને ટંકારા આવી રહ્યા હતા દરમિયાન રસ્તામાં તે બેભાન થઈ જતા ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે તેને બેભાન હાલતમાં સારવાર માટે લાવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટર તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

અકસ્માતમાં ઇજા

વાંકાનેરના ઢુવા પાસે રહેતા સાતોલા ભરતભાઈ (46) નામનો યુવાન બાઈક લઈને પાનેલી ગામે જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થયું હતું જેથી અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા થવાથી યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે આવી જ રીતે મોરબીના ખેવારીયા ગામે રહેતા મહાદેવભાઇ રામજીભાઈ કાલરીયા (81) નામના વૃદ્ધ બાઈકમાં પાછળના ભાગે બેસીને રવાપર રોડ ઉપરથી પસાર થતા હતા ત્યારે બાઈક ઉપરથી તેઓ પડી જતા તેમને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News