મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું
Breaking news
Morbi Today

​​​​​​​મોરબીમાં આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણીના ભાગરૂપે સભાસદ કેમ્પ અંતર્ગત સહકારી મંડળીઓમાં નવા ૫૦૦ સભાસદો જોડાયા


SHARE







મોરબીમાં આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણીના ભાગરૂપે સભાસદ કેમ્પ અંતર્ગત સહકારી મંડળીઓમાં નવા ૫૦૦ સભાસદો જોડાયા

દેશના વડાપ્રધાન તેમજ કેન્દ્રીય સહકારીતા મંત્રી દ્વારા આપવામાં આવેલ સહકારથી સમૃધ્ધીસંકલ્પનાને વૈશ્વીક સમર્થન આપતા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ૨૦૨૫ ને આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષજાહેર કરવામાં આવ્યું છે.

જેની ઉજવણીના ભાગરૂપે એપ્રિલ માસમાં પ્રાથમિક સેવા સહકારી મંડળીઓના સભાસદની સંખ્યામાં વધારો થાય અને જન સામાન્ય મુખ્ય આર્થિક પ્રવાહમાં જોડાય તેમજ જિલ્લાના દરેક લોકોને આર્થિક સેવાઓનો લાભ મળે તે માટે મોરબી જિલ્લામાં જિલ્લા રજિસ્ટ્રાર કચેરી દ્વારા દરેક તાલુકામાં ગ્રામ પંચાયત/મંડળીના મકાન કક્ષાએ સભાસદ કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. સભાસદ કેમ્પ અંતર્ગત જુના દેવળીયા, ઈશનપુર, મેસરીયા, મહિકા, બગથળા, બીલીયા, ભાવપર અને મોટાભેલા ખાતે ૫૦૦ થી વધુ નવા સભાસદો પ્રાથમિક સેવા સહકારી મંડળીઓ સાથે જોડાયા હતા. સહકારી પ્રવૃતિનો મોરબી જિલ્લામાં વ્યાપ વધારવા અને લોકોને મુખ્ય આર્થિક પ્રવાહમાં જોડવા માટે જિલ્લા સહકારી બેન્ક અને જિલ્લા રજિસ્ટ્રાર કચેરી દ્વારા વ્યાપક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.






Latest News