સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

ટંકારાના ઓટાળા ગામે આંબલીના ઝાડ ઉપર કાતરા લેવા ચડેલી બાળકીને ઈલેક્ટ્રીક શોર્ટ લાગતાં રાજકોટ સારવારમાં


SHARE











ટંકારાના ઓટાળા ગામે આંબલીના ઝાડ ઉપર કાતરા લેવા ચડેલી બાળકીને ઈલેક્ટ્રીક શોર્ટ લાગતાં રાજકોટ સારવારમાં

ટંકારાના ઓટાળા ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારની 12 વર્ષની દીકરી આંબલીના ઝાડ ઉપર કાતરા લેવા માટે ચડી હતી દરમિયાન ત્યાંથી પસાર થતી ઈલેક્ટ્રીક લાઈનમાંથી તે બાળકીને ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવે છે અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના ઓટાળા ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા કેશુભાઈ મેડાની 12 વર્ષની દીકરી પાયલ વાડીએ આવેલા આંબલીના ઝાડ ઉપર કાતરા લેવા માટે ચડી હતી ત્યારે ત્યાંથી પસાર થતી ઈલેક્ટ્રીક લાઈટમાંથી પાયલને ઈલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી કરીને તે બાળકીને તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ તેને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા છે અને ત્યાં બર્ન્સ વોર્ડમાં તેને દાખલ કરીને આગળની સારવાર કરવામાં આવી રહી છે આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

એસીડ પી લેતા સારવારમાં

મૂળ બોટાદ જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના નીચી માંડલ ગામ પાસે રહેતા ગુલાબબેન શિવાભાઈ (21) નામની મહિલાએ કોઈ કારણોસર એસીડ પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News