મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના ભડીયાદ નજીકથી જામગરી બંદુક સાથે એક શખ્સની ધરપકડ


SHARE







મોરબીના ભડીયાદ નજીકથી જામગરી બંદુક સાથે એક શખ્સની ધરપકડ

મોરબી તાલુકાના ભડીયાદ ગામ તરફ જતા કાચા રસ્તા ઉપરથી એક શખ્સ પસાર થઈ રહ્યો હતો જેને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દેશી હાથ બનાવટની એક જામગરી બંદુક મળી આવી હતી જેથી તેને પકડીને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી જિલ્લા એસઓજીના પીઆઇ એન.આર.મકવાણા ની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે તેવામાં મુકેશભાઈ જોગરાજીયા, જુવાનસિંહ રાણા તથા આશીફભાઇ રાઉમાને સંયુક્ત રીતે ખાનગી બાતમી મળી હતી કે, મચ્છુ-ર ડેમની નજીક પુલથી ભડીયાદ તરફ જતા કાચા રસ્તા ઉપર જાહેરમાં એક વ્યક્તિ શરીરે કાળા કલરનું ટુંકી બાયનું ટીશર્ટ અને બ્લુ જીન્સ પેન્ટ પહેરેલ છે તે જય રહ્યો છે અને તેની પાસે હથિયાર છે જેથી પોલીસે વોચ રાખેલ હતી અને ત્યાંથી બાતમી વાળો શખ્સ નીકળતા તેને રોકીને નામ પૂછાતા તેનું નામ પ્રકાશભાઇ રામજીભાઈ વાનેસીયા (૩૫) રહે ભડીયાદ કાંટા પાસે મોરબી વાળો હોવાનું સામે આવ્યું હતું અને તેની પાસેથી દેશી બનાવટની જામગરી એક બંદુક મળી આવી હતી જેથી પોલીસે ૨૦૦૦ ની કિંમતનું હથિયાર કબ્જે કરીને તેની ધરપકડ કરી હતી અને ત્યાર બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે. 






Latest News