મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

ટંકારામાં ચાલી રહેલ નિઃશુલ્ક યોગ ટ્રેનર તાલીમ વર્ગમાં  હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો


SHARE







ટંકારામાં ચાલી રહેલ નિઃશુલ્ક યોગ ટ્રેનર તાલીમ વર્ગમાં  હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

ગુજરાત રાજ્ય યોગ દ્વારા ચાલતા નિશુલ્ક યોગ ટ્રેનર વર્ગમાં ગઇકાલે સવારે 6.30 થી 8:00 કલાકે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું  જેમાં યોગ કોચ કંચનબેન સારેસા તથા ડિમ્પલબેન સારેસાની દેખરેખ હેઠળ યોગ ટ્રેનર ફિરોઝખાન પઠાણ જેઓ ટંકારા તાલુકાના એ.એસ.આઈ. તરીકે ફરજ નિભાવે છે તેમના દીકરા ડો. અલમાઝખાન પઠાણ તથા યોગ ટ્રેનર કિરણબેન અઘરા જેઓ  લેબ ટેક્નિશિયન છે તેઓ દ્વારા ગઇકાલે 40  જેટલા લોકોનું ક્લાસમાં બીપી, સુગર, વજન ચકાસવામાં આવ્યું હતું અને વજન ઘટાડવા તથા વધારવા માટે સાધકોને માહિતી પૂરી પાડવામાં આવેલ હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ટંકારાના  ટ્રેનેરો તથા તેમના સાધક કેમ્પનો લાભ લીધેલ હતો. અને ભવિષ્યમાં છેવાડાના નાના વિસ્તારમાં યોગ સાથે  નિશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ કરવાનું આયોજન હોવાની માહિતી આયોજકોએ આપેલ હતી.






Latest News