સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના વાઘગઢ ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા બાળક સારવારમાં


SHARE





ટંકારાના વાઘગઢ ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા બાળક સારવારમાં

ટંકારા તાલુકાના વાઘગઢ ગામે વાડીએ બાળક રમતો હતો ત્યારે રમતા રમતા તેને કોઈ કારણસર ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી તે બાળકને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીના આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના વાઘગઢ ગામે વાડીએ રહેતા અને મજૂરી કામ કરતાં મુકેશભાઈ ડાભોરના સાત વર્ષના દીકરા અનિલને વાડીએ રમતો હતો ત્યારે ઈલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બાળક ઘર પાસે વાડીએ રમતો હતો ત્યારે રમતા રમતા તેને કોઈ કારણસર ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા છે

યુવાન સારવારમાં

મોરબીમાં માળિયા ફાટક પાસે આવેલ દરગાહ નજીક રહેતા રાજેશભાઈ ઉકાભાઇ રાઠોડ (20) નામના યુવાનને વાંકાનેર ચોટીલા હાઇવે રોડ ઉપર આવેલ ભલગામ પાસે રોડ ક્રોસ કરતો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં તે યુવાનને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વાહનમાં આગ લાગતાં નુકશાન

મોરબીમાં માળિયા ફાટક બ્રિજ પાસે ટાટા આઇસર નંબર જીજે 36 વી 5923 થોડા દિવસથી બંધ પડેલ હતું અને તે આઇસરમાં ચાવી લગાવીને ચાલુ કરવા જતા કેબિનમાં ફ્યુઝ પાસેથી અચાનક આગ લાગી હતી જેથી આ બનાવની પ્રતિકભાઈ ચનુભાઈ ગઢવી (35) રહે. સોઑરડી મોરબી વાળાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News