મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

ટંકારામાં NMMS સ્કોલરશીપ પરીક્ષા માટે ટીપીઈઓ કચેરી-બીઆરસી ભવનનું અનોખું અભિયાન


SHARE







ટંકારામાં NMMS સ્કોલરશીપ પરીક્ષા માટે ટીપીઈઓ કચેરી-બીઆરસી ભવનનું અનોખું અભિયાન

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દર વર્ષે ધો. 8 નાં વિદ્યાર્થીઓ માટે NMMS  (નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ) ની પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે.જેમાં મેરીટમાં આવનાર વિદ્યાર્થીને ધો. 12 સુધી દર મહિને એક હજાર રૂપિયા શિષ્યવૃતિ મળે છે. ચાલું વર્ષે ટંકારા તાલુકાની તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી તથા બી.આર.સી.ભવન દ્વારા NMMS ની પરીક્ષામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ ઘેર બેઠા તૈયારી કરી શકે તેમજ પ્રશ્નો બાબતે ઉદ્દભવતા ડાઉટ સોલ્વ કરી શકે તે માટે AI ટેકનોલોજીની મદદથી 50 ઓનલાઈન ક્વિઝનો કોર્ષ તૈયાર કરવામાં આવેલ છે.આ ક્વિઝની ખાસિયત એ છે કે બાળકો ફક્ત પ્રશ્નોના જવાબ જ નથી આપતા પણ દરેક પ્રશ્નને AI ટેકનોલોજીની મદદથી ખૂબજ સરળ રીતે ઓડિયો, ઇમેજ અને ટેક્સ્ટ સ્વરૂપે સમજાવવામાં આવે છે. પ્રત્યેક ક્વિઝ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીને સ્કોરશીટ અને સર્ટિફિકેટ પણ મળે છે. મોરબી સાથે ગુજરાત ભરના હજારો બાળકો આ ઓનલાઈન અભિયાનમાં જોડાઈને NMMS પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. આ તમામ ક્વિઝનું સંકલન અને નિર્માણ ટંકારા તાલુકાની હિરાપર પ્રાથમિક શાળાનાં આચાર્ય બેચરભાઈ ગોધાણી દ્વારા કરવામાં આવ્યું છે. જેઓ મોરબી જિલ્લાનાં ICT SRG તરીકે કાર્ય સંભાળી રહ્યા છે. ટંકારાનાં ટીપીઈઓ જીવણભાઈ જારીયા અને બીઆરસી કલ્પેશભાઈ ફેફર આ અભિયાનને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.






Latest News