મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના નાના દહીસરા ગામેથી માથામાં દુખાવો ઉપડતા સારવારમાં ખસેડાયેલા યુવાનનું મોત


SHARE







માળીયા (મી)ના નાના દહીસરા ગામેથી માથામાં દુખાવો ઉપડતા સારવારમાં ખસેડાયેલા યુવાનનું મોત

માળીયા મીયાણા તાલુકાના નાના દહીસરા ગામ પાસે પેટ્રોલ પંપ ઉપર કામ કરતાં અને ત્યાં રહેતા યુવાનને માથામાં દુખાવો ઉપડતા સારવાર માટે મોરબી અને ત્યાંથી જામનગર લઈ ગયા હતા જોકે સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જે અંગેની માળિયા તાલુકા પોલીસને મૃતકના પત્નીએ જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ ઝારખંડના રહેવાસી અને હાલમાં માળિયા મીયાણા તાલુકાના નાના દંહિસરા ગામે આવેલ કૃષ્ણ પેટ્રોલ પંપના રૂમમાં રહેતા અને ત્યાં કામ કરતા ફલેન્દ્ર મહતો ડાલેશ્વર મહતો જાતે કુરમી પટેલ (30) નામના યુવાનને અચાનક માથામાં દુખાવો ઉપાડતા સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી બનાવની મૃતક યુવાનના પત્ની બબીતાકુમારી ફલેન્દ્ર મહતો (30)એ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News