મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના શનાળા પાસે ટ્રક ચાલકે ટક્કર મારતા કાર પલટી ગઈ: અકસ્માત સર્જીને ટ્રક ચાલક ફરાર


SHARE







મોરબીના શનાળા પાસે ટ્રક ચાલકે ટક્કર મારતા કાર પલટી ગઈ: અકસ્માત સર્જીને ટ્રક ચાલક ફરાર

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર બનતી નવી કોર્ટ બિલ્ડીંગની સામેથી યુવાન પોતાની ગાડી લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રકના ચાલાકે તેની ગાડીને ટક્કર મારી હતી જેથી કરીને ગાડી પલટી મારી જતા યુવાન તથા ગાડીમાં બેઠેલા વ્યક્તિઓને નાના મોટી ઈજા થઈ હતી અને અકસ્માત સર્જીને આરોપી પોતાનો ટ્રક લઈને નાસી ગયો હતો જેથી કરીને આ બનાવ સંદર્ભે હાલમાં ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબી માળિયા હાઇવે રોડ પર આવેલ હરિ સોસાયટીમાં રહેતા અનિલભાઈ નવઘણભાઈ લીંબડીયા (31)ટ્રક નંબર જીજે 36 વી 6446 ના ચાલક સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર બની રહેલ નવી કોર્ટના બિલ્ડીંગ સામે રસ્તા ઉપરથી તે પોતાના હવાલા વાળી બ્રેઝા ગાડી નંબર જીજે 3 એમપી 5510 લઈને જઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે તેની કારને ટક્કર મારી હતી જેથી કરીને કાર પલટી મારી ગઈ હતી અને કારમાં બેઠેલ ફરિયાદી સહિતના વ્યક્તિઓને નાના-મોટી ઇજા થઈ હતી તેમજ કારમાં નુકસાની થઈ હતી જો કે, અકસ્માત સર્જીને ટ્રક ચાલક પોતાનાનો ટ્રક લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો જેથી આ બનાવ સંદર્ભે ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

આરોપી 10 વર્ષે પકડાયો

માળિયા (મી)ના દારૂના ગુનામાં છેલ્લાં 10 વર્ષથી આરોપી ફરાર હતો જેને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી તેવામાં મોરબી જિલ્લા એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડે રાજસ્થાન ખાતે જઈને આરોપી નારાયણસિંહ કિશોરસિંહ રાવલ રહે. ભીંડર, ઉદયપુર વાળાને તેના ઘરેથી ઝડપી લીધો હતો અને તેને મોરબી લાવીને હાલમાં આરોપીને માળિયા મિયાણા તાલુકા પોલીસને સોંપી દેવામાં આવેલ છે આ કામગીરીમાં એલસીબીના પીઆઇ એમ.પી.પંડ્યાની સૂચના મુજબ સ્ટાફે કરી હતી.






Latest News