મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીનો રેલ્વે સ્ટેશન રોડ આરસીસી-પેવર બ્લોકથી મઢવામાં આવે તેવી સામાજિક કાર્યકરોની માંગ


SHARE







મોરબીનો રેલ્વે સ્ટેશન રોડ આરસીસી-પેવર બ્લોકથી મઢવામાં આવે તેવી સામાજિક કાર્યકરોની માંગ

મોરબીમાં સુપર ટોકીઝથી રેલ્વે સ્ટેશન સુધીનો જે રસ્તો છે તે એક કે બે મહિના નહીં પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી ભંગાર હાલતમાં છે ત્યારે સુપર ટોકીઝથી આસ્વાદ પાન સુધીનો રોડ, ચિત્રકુટ સિનેમાથી કબ્રસ્તાન સુધીનો રોડ આરસીસી અથવા પેવર બ્લોકથી બનાવવામાં આવે તેવી સામાજિક કાર્યકરોએ ધારાસભ્ય, કલેક્ટર અને ચીફ ઓફિસરને રજૂઆત કરેલ છે.

મોરબીના સામાજીક કાર્યકરોએ હાલમાં રોડ માટે અધિકારી અને પદાધિકારીને જે રજુઆત કરેલ  છે તેમાં જણાવ્યુ છે કે, તાજેતરમાં નગરપાલીકાએ જુદાજુદા વિસ્તારમાં રોડ મંજૂર કરેલ છે અને તેના કામ શરૂ થવાના છે ત્યારે સુપર ટોકીઝથી રેલ્વે સ્ટેશન સુધી ચોમાસામાં પાણી ભરાઈ છે જેથી કરીને રોડ તૂટી જાય છે જેથી કરીને હાલમાં જે રસ્તો મંજુર થયેલ છે તે ડામર રોડ મંજૂર થયો છે તેના બદલે ત્યાં આરસીસી રોડ કે પછી પેવાર બ્લોક પાથરવામાં આવે તેવી માંગ કરેલ છે આવી જ રીતે સુપર ટોકીઝથી આસ્વાદ પાન સુધીનો રોડ અને ચિત્રકુટ સિનેમાથી કબ્રસ્તાન સુધીનો રોડ આરસીસી અથવા પેવર બ્લોકથી બનાવવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News