ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના પાનેલી ગામે પોદળો નાખવા બાબતે થયેલ મારામારીમાં બે મહિલા સહિત પાંચ આરોપીઓની ધરપકડ


SHARE







મોરબીના પાનેલી ગામે પોદળો નાખવા બાબતે થયેલ મારામારીમાં બે મહિલા સહિત પાંચ આરોપીઓની ધરપકડ

મોરબી તાલુકાના પાનેલી ગામે આવેલ ગોપાલ સોસાયટીમાં શેરીમાં કચરો વાળવા અને પોદળો નાખવા બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો અને ત્યારે પાડોશમાં રહેતા બે પરિવાર વચ્ચે મારામારી થઈ હતી જેની સામસામે ફરિયાદ નોંધાયેલ હતી જે એક ગુનામાં પોલીસે બે મહિલા સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના પાનેલી ગામે ગોપાલ સોસાયટીમાં સહદેવભાઈ ભાણજીભાઈ કંઝારીયા જાતે દલવાડી (36)એ ગૌરીબેન ઉર્ફે ભૂરીબેન શાંતિલાલજીતેન્દ્રભાઈ શાંતિલાલવર્ષાબેન શાંતિલાલગૌતમભાઈ લક્ષ્મણભાઈ કંઝારીયાજયેશ શાંતિલાલ કંઝારીયાઅરવિંદભાઈ લખમણભાઇ કંઝારીયાશાંતિલાલ ડુંગરભાઇ અને લખમણભાઇ ડુંગરભાઇની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, આરોપીઓ ફરિયાદીના ઘરે પોદળો નાખી ગયા હતા. જેથી વૈશાલીબેને આરોપીઓને કહેવા જતા આરોપીઓ તેને ગાળો આપી હતી અને ત્યાર બાદ હથિયારો સાથે ફરિયાદીના ઘરે આવીને ગૌતમભાઈ કંઝારીયાએ ફરિયાદીને લોખંડની પાઈપથી ડાબા પગના સાથળના ભાગે માર માર્યો હતો. જ્યારે ગૌરીબેને લાકડાના ધોકા વડે નિશાબેનને માથામાં માર મારીને ઇજા કરી હતી અને અરવિંદભાઈએ લોખંડના પાઇપ વડે વૈશાલીબેનને માથામાં ડાબા કાન પાસે માર મારીને ઇજા કરી હતી અને વર્ષાબેને વૈશાલીને લાકડાના ધોકાથી માર માર્યો હતો. તેમજ ધરમશીભાઈને જીતેન્દ્રભાઈએ લોખંડના પાઇપથી ડાબા હાથ ઉપર માર મારીને ઇજા કરેલ છે અને શાંતિલાલએ ધોકા વડે ફરિયાદીને માર મારી માથા અને કપાળના ભાગે ઇજા કરી હતી. જેથી ઈજા પામેલ લોકોને સારવારમાં લઈ ગયા હતા. ત્યારબાદ સહદેવભાઈ કંઝારીયાએ ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં પોલીસે આરોપી ગૌરીબેન ઉર્ફે ભૂરીબેન શાંતિલાલ કંઝારીયા (52)જીતેન્દ્રભાઈ શાંતિલાલ કંઝારીયા (30),  વર્ષાબેન જિતેન્દ્રભાઈ કંઝારીયા (27)અરવિંદભાઈ લખમણભાઇ કંઝારીયા (22) અને લખમણભાઇ ડુંગરભાઇ કંઝારીયા (51)ની ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીઓને પકડવા તજવીજ ચાલી રહી છે.






Latest News