મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

મોરબીમાં પોલીસની ધાક સામે સવાલ :ગ્રાહકની ઇકો ગાડી હટાવવા બાબતે માથાકૂટ કરીને વેપારી, તેના ભાઈ અને દીકરા ઉપર છ શખ્સોનો છરી, પાઇપ, ધારિયા વડે હુમલો


SHARE





મોરબીમાં પોલીસની ધાક સામે સવાલ :ગ્રાહકની ઇકો ગાડી હટાવવા બાબતે માથાકૂટ કરીને વેપારી, તેના ભાઈ અને દીકરા ઉપર છ શખ્સોનો છરી, પાઇપ, ધારિયા વડે હુમલો

મોરબીમાં આવેલ પોસ્ટ ઓફિસની પાછળના ભાગમાં બુઢાબાવાની લાઈનમાં દુકાન પાસે ગ્રાહકની ઇકો ગાડી પાર્ક કરેલ હતી જે હટાવી લેવા માટે બોલાચાલી કરી હતી ત્યારબાદ વેપારીની દુકાને હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે વેપારીને માથામાં ઊંધી છરીના બેથી ત્રણ ઘા માર્યા હતા અને પાઇપ વડે જમણા પગના સાથળના ભાગે માર મારીને ઇજા કરી હતી તેમજ ફરિયાદીના દીકરાને હાથમાં અંગૂઠે એક શખ્સે બચકું ભરી લીધું હતું અને પાઇપ વડે માર મારીને ઇજા કરેલ હતી તેમજ વેપારીના ભાઈને પણ પાઇપ અને ધારિયા વડે માર મારીને ઇજા કરી હતી જેથી સારવાર લીધા બાદ વેપારીએ હાલમાં છ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નાગર પ્લોટ શેરી નં-2 માં આવેલ શ્રીરામ પેલેસમાં ત્રીજા માળે બ્લોક નં- 302 માં રહેતા પંકજભાઈ મેઘજીભાઈ પલાણ જાતે લોહાણા (62)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુલામભાઈ હાજીજુસબભાઈ ખોલેરા રહે. ફૂલ ગલી ખાટકીવાસ મોરબી, ફેજાન ગફારભાઈ ખોલેરા અને તેનો ભાઈ ઈદરીશભાઈ ગફારભાઈ ખોલેરા રહે. બંને કુબેરનાથ મેઇન રોડ ગ્રીન ચોક પાસે મોરબી, કૃણાલ રમેશભાઈ કૈલા રહે. મોચી શેરી ગ્રીન ચોક પાસે મોરબી, ઇમરાન ગુલામભાઈ ખોલેરા રહે. ફૂલ ગલી ખાટકીવાસ પાસે મોરબી અને નાઝીર ઈસુભાઈ દેવલિયા રહે. લુહાર શેરી મેમણ કોલોની પાસે મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, મોરબીમાં આવેલ મેઇન પોસ્ટ ઓફિસની પાછળના ભાગમાં બુઢાબાવાની લાઈનમાં જય એન્ટરપ્રાઇઝ નામની તેઓની દુકાન આવેલ છે.

ત્યાં દુકાને આવેલા ગ્રાહકની ઇકો ગાડી પાર્ક કરેલ હતી. જે હટાવી લેવા બાબતે બોલાચાલીને ઝઘડો કર્યો હતો. ત્યારે કૃણાલ કૈલાએ ફરિયાદીને માથાના ભાગે ઊંધી છરીના હાથના બે થી ત્રણ ઘા માર્યા હતા તેમજ નાઝીર દેવલીયાએ લોખંડના પાઇપ વડે ફરિયાદીને જમણા પગના સાથળના ભાગે માર મારીને ઇજા કરી હતી તથા ઇમરાને ઢીકાપાટુને લાતો વડે માર મારીને ઇજા કરી હતી તો ફરિયાદીના દીકરા વૈભવને આરોપી ફેજાન ખોલેરાએ જમણા હાથના અંગૂઠે બચકું ભરી લીધું હતું અને કૃણાલ કૈલાએ તેને માથાના ભાગે લોખંડના પાઇપ વડે બે થી ત્રણ ઘા મારીને ફેક્ચર જેવી ગંભીર ઈજા કરેલ છે તેમજ ફરિયાદીના ભાઈ મહેન્દ્રભાઈને ફેઝાન ગફારભાઇ ખોલેરાએ લોખંડના પાઇપ અને ધારિયા વડે ડાબા પગની પિંડીના ભાગે માર મારીને ઇજા કરી છે તથા ઇદરીસ ખોલેરાએ મહેન્દ્રભાઈને પીઠના ભાગે લોખંડના પાઇપ વડે માર મારીને અને ગુલામભાઈ ખોલેરાએ ઢીકાપાટુનો માર મારીને ઇજા કરેલ છે જેથી ભોગ બનેલા વેપારીએ નોંધાવેલ ફરિયાદ આધારે હાલમાં પોલીસે છ શખ્સોની સામે નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

છરી વડે ઇજા

મોરબીના ત્રાજપર વિસ્તારમાં તેજાભાઈની દુકાન પાસે એજાજ ઈસ્માઈલભાઈ મોવર (30) રહે, ત્રાજપર વાળાને ડાબા થાપાના ભાગે છરીના ઘા લાગતા ઇજા થઈ હતી જેથી તેને ઇજા પામેલ હાલતમાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.જે. ડાંગર દ્વારા કરવામાં આવેલ છે.




Latest News