મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરના તરકીયા ગામે ખનન કરવા પાથરી રાખેલ વિસ્ફોટકનો પોલીસે કોર્ટની મંજુરી સાથે નાશ કર્યો


SHARE







વાંકાનેરના તરકીયા ગામે ખનન કરવા પાથરી રાખેલ વિસ્ફોટકનો પોલીસે કોર્ટની મંજુરી સાથે નાશ કર્યો

વાંકાનેર તાલુકાનાં તરકીયા ગામે રેડ કરી હતી ત્યારે સરકારી ખરાબાની જમીનમાંથી ગેરકાયદે બ્લાસ્ટ કરીને પથ્થર કાઢતા હોવાનું સામે આવ્યું હતું અને ત્યારે  418 જીલેટીન સ્ટીક કબ્જે કરી હતી જો કે, 14 ખાડામાં જીલેટીન સ્ટીક બ્લાસ્ટ કરવા માટે ચાર્જ કરીને ડિટોનેટર મૂકવામાં આવ્યા હતા તેનો કોર્ટની મંજૂરી સાથે પોલીસે નાશ કરેલ છે

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાનાં તરકીયા ગામે ઓળ નામથી ઓળખાતી સરકારી ખરાબાની સીમમાં થોડા દિવસો પહેલા એસઓજીની ટીમે રેડ કરી હતી ત્યારે સર્વે નંબર 163-1 પૈકી 24 ની જમીનમાંથી કોઈ જાતની લીજ કે આધાર વગર પથ્થરો કાઢતા હોવાનું સામે આવ્યું હતું અને ત્યાંથી જે તે સમયે ચાર શખ્સોને પકડવામાં આવ્યા હતા અને તેની પાસેથી બીજાસન એપ્લોટેચ પ્રાઈવેટ લીમીટેડ કંપનીની 83 એમ એમ ની 78 કિલો વજનની 418 જીલેટીન સ્ટીક મેળવી હતી.

આ આરોપીઓએ ત્યાં બ્લાસ્ટ કરવા માટે 57 ખાડા ખોદીને રાખ્યા હતા અને તેમાંથી 14 ખાડામાં 25 કિલો વિસ્ફોટક બ્લાસ્ટ માટે ભરીને રાખવામા આવ્યું હતું અને ડિટોનેટર પણ તેની સાથે કનેક્ટ હતા જેથી તેને કાઢવા જાય તો બ્લાસ્ટ થાય તેવી શ્ક્યતા હતી. જેથી કરીને પોલીસે કોર્ટમાંથી મંજૂરી મેળવીને જાહેરનામું બહાર પાડીને લોકોની અવરજવર બંધ કરાવ્યા બાદ પોલીસે ડિટોનેટર બ્લાસ્ટ કરીને વિસ્ફોટકનો નાશ કર્યો હતો






Latest News