ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

કેનાલમાંથી મળેલ મહિલાની લાશનો ભેદ ઉકેલાયો: મોરબીમાં પ્રેમિકાનું ગળું દબાવીને હત્યા કરી નાખનારા આરોપીની ધરપકડ


SHARE











કેનાલમાંથી મળેલ મહિલાની લાશનો ભેદ ઉકેલાયો: મોરબીમાં પ્રેમિકાનું ગળું દબાવીને હત્યા કરી નાખનારા આરોપીની ધરપકડ

મોરબી લીલાપર કેનાલ રોડ ઉપર કેનાલના નાલા નીચેથી અજાણી મહીલાની લાશ મળી આવેલ  હતી જેનું ફોરેન્સિક પીએમ કરાવવામાં આવ્યું હતું તેમાં મહિલાને ગળેટુંપો આપી મારી નાખેલ હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને અજાણ્યા વ્યક્તિની સામે હત્યાનો ગુનો નોંધાયો હતો અને પોલીસે મૃતક મહિલાની ઓળખ મેળવવા માટે અને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા અને જો કે, મહિલાના ડાબા હાથમાં હિન્દીમાં "સુનીલા" "ભુરૂભાઇ" તેમજ મોરનુ ચિત્ર ત્રોફાવેલ હતુ. તેના સિવાય બીજી કોઈ વસ્તુ ઓળખ થાય તેવી ન હતી જેથી કરીને પોલીસે માટે મહિલાની ઓળખ અને આરોપીને શોધવા બને કામ ચેલેન્જ જેવા હતા

ત્યાર બાદ મોરબી સીટી એ ડીવીઝન પોલીસની જુદીજુદી ટીમો બનાવની આસપાસના ખેતરો જુદીજુદી કંપનીઓમાં તપાસ કરી હતી ત્યારે એવું સામે આવ્યું હતું કે, આવું ચિત્ર મધ્યપ્રદેશ રાજયના જાંબવા, ધાર, અલીરાજપુર જીલ્લાઓમાં મોટાભાગે મહીલાઓ બનાવે છે અને મોટાભાગે મહિલા તેના ભાઇનું નામ હાથમાં ત્રોફાવતી હોય છે. તે દરમ્યાન મોરબી એ ડિવિઝનના પીઆઇ એચ.એ.જાડેજાના મોબાઇલમા મધ્યપ્રદેશના જાંબવાથી ફોન આવેલ હતો. જેમા સામા  છેડેથી વાત કરતાં વ્યક્તિએ મૃતક મહિલાનો ફોટો જોઈને આ તેની પત્ની સુનિતાની લાશ છે. જે ગુમસુધા છે તેની નોંધ તેને કાકનવાણી પોલીસ સ્ટેશન જાંબવા ખાતે કરાવેલ છે તેવી માહિતી આપી હતી જેથી મહિલાની ઓળખ મળી ગયેલ હતી

જેથી હવે આરોપી સુધી પહોચવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ મહિલા ગત તા.૧૪/૫/૨૪ ગુમ થયેલ હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. અને આ મહિલા કુલસીંગ ઉર્ફે ઇડલુ ઉર્ફે રાજુ રાઠવા ભગાડીને લઇ ગયો હોવાનું મૃતક મહિલાના પતિએ પોલીસને જણાવ્યુ હતુ. જેથી પોલીસે હત્યા કેસમાં આરોપી કુલસિંગ રાઠવાને પકડવા તજવીજ શરૂ કરી હતી અને તે વાંકાનેરના વાંકીયા ગામની સીમમાં હોવાનું સામે આવ્યું હતું જેથી તેની પુછપરછ કરતા તેણે જ સુનિતાબેનનું મર્ડર કર્યુ હોવાની કબુલાત આપી હતી. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

વધુમાં માહિતી આપતા પોલીસે જણાવ્યુ હતું કે, મૃતક સુનીતા સાથે આરોપીને પ્રેમસબંધ હતો જેથી સુનીતા તેની સાથે રહેવા આવતી રહેલ હતી અને તેઓ ચોટીલાના લાખણકા ગામે રહેતા હત. જોકે, તે સમયે સુનિતાએ દવા પી લીધી હતી જેથી કરીને વાડી માલીકએ તેઓને વાડીએ રખવા નથી તેવું કહ્યું હતું. જેથી આરોપી કુલસિંગ રાઠવાના સગા વહાલાઓ લીલાપર ગામ પાસે વાડી રાખીને રહેતા હતા જેથી તેઓને વાડી માલીક તેની ઇકો ગાડીમાં ત્યાં મૂકી ગયા હતા ત્યાર બાદ આરોપી કુલસિંગ રાઠવાએ સુનિતાને કેનાલના નાલા નીચે લઈ જઈને ત્યાં તેનું ગળુ દબાવીને હત્યા કરી નાખી હતી

 

આ ગુનામાં પોલીસે હાલમાં આરોપી કુલસીંગ ઉર્ફે ઇડલુ ઉર્ફે રાજુ અમેરસીંગ કીકરીયા રાઠવા જાતે આદિવાસી (૩૦) રહે. હાલ વાંકીયા અકબરભાઇ જુણેજાની વાડીએ વાંકાનેર મૂળ રહે. ભીંબરડા આલીકામત ફળીયુ તા.ઉમરોલી જી.અલીરાજપુર એમ.પી વાળાની ધરપકડ કરેલ છે આ કામગીરી એ ડિવિઝન પીઆઇ એચ.એ.જાડેજા, પીએસઆઇ એ.વી.પાતળીયા તેમજ સ્ટાફના ચકુભાઇ કલોત્રા, ધર્મેન્દ્રભાઇ, રાજદીપસિહ રાણા, તેજાભાઇ, કીશોરભાઇ મકવાણાસિધ્ધરાજભાઇ, જનકભાઇ, સિધ્ધરાજસિંહ, કિશોરભાઇ મિયાત્રા તેમજ અજયભાઇએ કરી હતી. 






Latest News