મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

દો બુંદ જિંદગી કે: મોરબી જીલ્લામાં પોલિયો બુથ પર બાળકોને ટીપાં પીવડાવો


SHARE







દો બુંદ જિંદગી કે: મોરબી જીલ્લામાં પોલિયો બુથ પર બાળકોને ટીપાં પીવડાવો

નેશનલ ઇમ્યુંનાઈઝેશન ડે નીમતે ૨૩ જૂનની કામગીરી અન્વયે માન.જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં પોલિયો સ્ટીયરિંગ કમિટીની મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં જિલ્લા વહીવટી તંત્રના તમામ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઝુંબેશ દરમિયાન મોરબી જિલ્લાના ૦ થી ૫ વર્ષના કુલ ૧,૨૩,૬૦૮ બાળકોને  જિલ્લા આરોગ્ય કર્મચારીઓ દ્વારા પોલિયો ટીપાં પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લામાં આગામી તા.૨૩ થી ૨૫ જૂન દરમિયાન પોલિયો ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ દિવસે ૬૩૧ બુથ પર પોલિયોના ટીપાં પીવડાવવામાં આવશે તો બીજા અને ત્રીજા દિવસે  ૧૧૬૧ ટીમ દ્વારા બાકી રહી ગયેલા બાળકોને ટીપાં પીવડાવવામાં આવશે. જિલ્લામાં ૨૫ ટ્રાનઝીટ ટીમ દ્વારા રેલવે સ્ટેશન, બાદ સ્ટેશન, હાઇવે, જાહેર સ્થળ પર બાળકોને પોલિયોનાં ટીપાં પીવડાવવામાં આવશે. તેમજ મોરબી જિલ્લામાં ઔધગિક વિસ્તારમાં કારખાનાનાં બાળકો માટે ૪૮૩ મોબાઈલ ટીમ પોલિયોનાં ટીપાં પિવડવશે. ૨૩ જૂન ૨૦૨૪ રવિવારનાં દિવસે  ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને નજીકના  પોલિયો બુથ ઉપર લઇ જઇ પોતાના બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કવિતા દવે દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.






Latest News