ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના જુના સાદૂળકા પાસે કારખાનામાં આગ લગતા દાઝી ગયેલા યુવાનનું અમદાવાદ ખાતે સારવારમાં મોત


SHARE







મોરબીના જુના સાદૂળકા પાસે કારખાનામાં આગ લગતા દાઝી ગયેલા યુવાનનું અમદાવાદ ખાતે સારવારમાં મોત

મોરબી તાલુકાના જુના સાદૂળકા ગામની સીમમાં આવેલા કારખાનામાં કામગીરી દરમિયાન આગ લાગી હતી જે આગને બુજાવા જતા સમયે યુવાન દાઝી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સુધી લઈ ગયા હતા જોકે અમદાવાદ ખાતે સારવાર દરમિયાન તેનું મોત નીપજયું છે જેથી કરીને આ બનાવની મૃતકના ભાઈએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના જુના સાદૂળકા ગામની સીમમાં આવેલ સર્વોત્તમ ડેકોર પ્રાઇવેટ લિમિટેડ નામના કારખાનામાં લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા અંબાલાલ નિશારામ મેઘવાલ (૩૮) નામનો યુવાન તા. ૧૪/૪/૨૪ ના રોજ રાત્રિના ૮:૩૦ વાગ્યાના અરસામાં કારખાનામાં હતો ત્યારે ત્યાં લાકડાની સીટના ભુસામા આગ લાગી હતી જેથી કરીને તે આગને બુજાવવા માટે થઈને અંબાલાલ ગયો હતો અને ત્યારે ત્યાં તે દાજી જતા તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સુધી લઈ ગયા હતા જોકે અમદાવાદ ખાતે ચાલુ સારવાર દરમિયાન તેનું ગઈકાલે રાત્રિના સવા દસેક વાગ્યાના અરસામાં મોત નીપજયું છે જેથી કરીને આ બનાવની મૃતકના ભાઈ જગદીશભાઈ નિશારામ મેઘવાલ (૪૨) રહે. મૂળ રાજસ્થાન હાલ રહે. ફાસ્ટન લેમીનેટ કારખાનાના લેબર ક્વાર્ટરમાં સોખડા ગામના પાટીયા પાસે મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા છે

એક બોટલ દારૂ

મોરબીની વાવડી ચોકડી પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૪૦૦ ની કિંમતની દારૂની બોટલ સાથે આરોપી રાકેશભાઈ હંસરાજભાઈ પાટડીયા જાતે કોળી (૩૮) રહે. કબીર ટેકરી મોરબી વાળા ની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News