મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

પોલીસનો ભય કયાં..? : મોરબીમાં ૨૦૦ રૂપિયા આપવાની ના કહેતા આધેડ વેપારી પાસેથી વાહનમાં નુકશાનના ઢીંગલી નામના શખ્સે ૧૦ હજાર પડાવ્યા !


SHARE







પોલીસનો ભય કયાં..? : મોરબીમાં ૨૦૦ રૂપિયા આપવાની ના કહેતા આધેડ વેપારી પાસેથી વાહનમાં નુકશાનના ઢીંગલી નામના શખ્સે ૧૦ હજાર પડાવ્યા !

મોરબી શહેરના લોહાણાપરા વિસ્તારની અંદર શાકભાજીની દુકાન ધરાવતા આધેડ પાસે ૨૦૦ રૂપિયાની ઢીંગલી નામના શખ્સ દ્વારા માંગણી કરવામાં આવી હતી ત્યારે તેને પૈસા આપવાની આધેડે ના પડી હતી જેથી તે શખ્સે તેની પાસે રહેલ છરી બતાવીને આંતરડા બહાર કાઢી નાખવાનો ભય બતાવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ પોતાના એકટીવામાં નુકસાન થયેલ છે તેવું કહીને ૧૦,૦૦૦ રૂપિયા રોકડા તેની પાસેથી લઈ લીધા હતા જેથી કરીને ભોગ બનેલા આધેડે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રોગતીમાન કર્યા છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વજેપર શેરી નં-૩ માં રહેતા અને મોરબીના લોહાણાપરા વિસ્તાર શેરી નં-૩ માં શાકભાજીની દુકાન ધરાવતા દિપકભાઈ ગોવિંદભાઈ કંઝારિયા જાતે સતવારા (૫૨)એ હાલમાં હુસેન ઉર્ફે ઢીંગલી યુસુફભાઈ સિપાહી રહે. સિપાઈવાસ મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, લોહાણાપરા વિસ્તારમાં તેઓ પોતાના થડા ઉપર બેસીને શાકભાજીનો વેપાર કરતા હતા ત્યારે આરોપી તેનું મેટ બ્લેક કલરનું એક્ટિવા લઈને આવ્યો હતો અને ફરિયાદી પાસે ૨૦૦ રૂપિયા માંગ્યા હતા ત્યારે ફરિયાદીએ ૨૦૦ રૂપિયા આપવાની ના પડતા આરોપીએ તેને ગાળો આપી હતી અને ઝપાઝપી કરીને ઢીકાપાટુનો માર માર્યો હતો અને તેની પાસે રહેલ છરી કાઢીને ફરિયાદીને પેટના આંતરડા બહાર કાઢી નાખવાની ધમકી આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી તેમજ આરોપીએ તેના એકટીવામાં નુકસાન થયેલ છે તેવું કહીને ફરિયાદી પાસેથી ૧૦,૦૦૦ પડાવી લીધા હતા જેથી કરીને આધેડ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.એન. ભટ્ટ ચલાવી રહ્યા છે






Latest News