મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના આલાપ રોડે ઘર પાસે બેઠેલા વૃદ્ધાના ગળામાંથી એક લાખની કિંમતના સોનાના ચેનની ચીલઝડપ


SHARE







મોરબીના આલાપ રોડે ઘર પાસે બેઠેલા વૃદ્ધાના ગળામાંથી એક લાખની કિંમતના સોનાના ચેનની ચીલઝડપ

મોરબી શહેરમાં આવેલ આલાપ રોડ ઉપર નવજીવન પાર્કના દરવાજા પાસે વૃદ્ધા પોતાના ઘર નજીક બેઠા હતા ત્યારે અજાણ્યો શખ્સ ત્યાં સરનામું પૂછવાના બહાને આવ્યો હતો અને ગણતરીની મિનિટોમાં વૃદ્ધાના ગળામાં પહેરેલ સોનાના ચેન ઝૂટવીને નાસી ગયો હતો જેથી કરીને સોનાના ચેનની ચીલઝડપ કરનાર અજાણ્ય શખ્સની સામે હાલમાં ભોગ બનેલા વૃદ્ધા દ્વારા એક લાખ રૂપિયાની કિંમતના ચેનની ચોરી કરી હોવા અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને જે વિસ્તારમાં ઘટના બની છે ત્યાં આસપાસમાં મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવીને આરોપી સુધી પહોંચવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ માળિયા તાલુકાના જુના ઘાટીલા ગામના રહેવાસી અને હાલમાં મોરબી શહેરમાં આવેલ આલાપ રોડ ઉપર નવજીવન પાર્કમાં રહેતા મંજુલાબેન કાંતિભાઈ દેત્રોજા જાતે પટેલ (૬૦)એ અજાણ્યા બાઇક ચાલક સામે સોનાના ચેનની ચીલઝડપની ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે હાલમાં વૃદ્ધાએ નોંધ આવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ તથા તેમની પાડોશમાં રહેતા મહિલા શેરીમાં તેઓના ઘર પાસે નવજીવન પાર્કમાં બેઠા હતા ત્યારે અજાણ્યો શખ્સ ત્યાં પોતાનું મોટરસાયકલ થોડે દૂર પાર્ક કરીને ફરિયાદી પાસે સરનામું પૂછવાના બહારે આવ્યો હતો અને ત્યારે ફરિયાદીની સાથે બેઠેલ મહિલા પાર્કિંગમાં અંદરના ભાગે કામ હોવાથી ત્યાં ગયા હોય વૃદ્ધા એકલા બેઠેલ હોવાથી આરોપીએ ગણતરીની મિનિટોમાં તેના ગળામાં પહેરેલ સોનાના ૧૬ ગ્રામ વજનના ચેનને ઝૂંટવી લીધો હતો અને ચીલઝડપ કરીને આ શખ્સ નાસી ગયો હતો જેથી એક લાખ રૂપિયાની કિંમતના સોનાના ચેનની ચીલઝડપ થઈ હોવા અંગેની ભોગ બનેલા વૃદ્ધા દ્વારા હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ સી.એસ. સોદરવા ચલાવી રહ્યા છે વધુમાં જાણવા મળતી માહિતી પ્રમાણે જે જગ્યા ઉપર આ ચીલઝડપથી ઘટના બની છે ત્યાં આસપાસના વિસ્તારમાં મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવીને આરોપી સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે

મારા મારીમાં ઇજા

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા મનસુખભાઈ કરસનભાઈ સોલંકી (૩૮) નામનો યુવાન ગામમાં હતો ત્યારે ત્યાં કોઈ કારણસર મારામારીનો બનાવ બન્યો હતો અને મારામારીના બનાવમાં તેને ઇજાઓ થઇ હોવાથી મનસુખભાઈને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે






Latest News