મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજે પૈસા લેનાર યુવાનના ભાઈને બે વ્યાજખોરોએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી


SHARE







મોરબીમાં વ્યાજે પૈસા લેનાર યુવાનના ભાઈને બે વ્યાજખોરોએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી

મોરબીમાં યુવાને વ્યાજે રૂપિયા લીધા હતા તેની સામે મોટાભાગની રકમ ચૂકવી દીધી હતી તેમ છતાં પણ તેની પાસે ૮૦ હજાર રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને તે યુવાનના ભાઈએ એક મહિના પછી પૈસા આપવાનું કહ્યું હતું તેમ છતાં પણ તેનો ભાઈ મોરબીના નવા બસ સ્ટેશન પાસે હતો ત્યારે ત્યાં બે શખ્સો દ્વારા તેને ગાળો આપીને ઢીકા પાટુનો માર મારવામાં આવ્યો હતો તથા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીમાં બાયપાસ રોડ ઉપર આવેલ કામધેનુ પાર્ટી પ્લોટની પાછળના ભાગમાં ઇન્દ્રપ્રસ્થ સોસાયટી શેરી નંબર ત્રણમાં રહેતા દશરથભાઈ સુરેશભાઈ ડાભી જાતે સતવારા (૨૧) એ મોરબી ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે દિવ્યેશ રબારી અને વિશાલ રબારી રહે બંને સનાળા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેના ભાઈ જયેન્દ્રએ દિવ્યેશ રબારી પાસેથી બે મહિના પહેલા ૪૦ હજાર ઉંચા વ્યાજે લીધા હતા તેની સામે ફરિયાદીના ભાઈ જયેન્દ્રએ ૩૦,૦૦૦ રૂપિયા તેને પરત આપી દીધા હતા તેમ છતાં પણ તેની પાસેથી ૮૦ હજાર રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી જે બાબતની ફરિયાદીને જાણ થતા તેણે દિવ્યેશ રબારીને ફોન કરીને તેની લેણી રકમ તેને એક મહિના પછી પરત દેશે તેવુ  કહ્યું હતું અને ફરિયાદી પાસે રૂપિયા ન હોવાથી તે આરોપીને રૂપિયા આપી શકેલ ન હોય અને તેવામાં તે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશન પાસે હતો ત્યારે તેને બંને આરોપીઓએ ગાળો આપીને ઢીકા પાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની દિવ્યેશ રબારીએ ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે

વરલી જુગાર

મોરબી શહેરમાં ગાંધી ચોક પાસે નગરપાલિકાના ગેઇટ નજીક વરલી જુગારના આંકડા લેતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે વરલી જુગારના આંકડા લેતા એક શખ્સ મળી આવ્યો હતો જેથી પોલીસે ૩૮૦ ની રોકડ કબજે કરી હતી અને આરોપી પ્રેમજીભાઈ વેલજીભાઈ ચૌહાણ જાતે ભીલ (૫૦) રહે પરષોત્તમ ચોક સતવારા બોર્ડિંગ પાછળ કાલિકા પ્લોટ મોરબી વાળા ની ધરપકડ કરેલ છે અને તેની સામે મોરબી એડમિશન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News