ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં મતદારોને પ્રોત્સાહન આપવા હોટલ, સલૂન અને મેડિકલ સ્ટોરમાં ડિસ્કાઉન્ટની જાહેરાત


SHARE







મોરબીમાં મતદારોને પ્રોત્સાહન આપવા હોટલ, સલૂન અને મેડિકલ સ્ટોરમાં ડિસ્કાઉન્ટની જાહેરાત

મોરબી જિલ્લામાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત ચાલી રહેલી કામગીરીમાં મોરબી જિલ્લાના વિવિધ એસોસિએશન પણ જોડાઈ રહ્યા છે. ત્યારે મોરબીના કેમિસ્ટ & ડ્રગિસ્ટ મેડિકલ એસો. હોટલ એસો. સહિતનાઓ દ્વારા મતદારોને મતદાન કરવા પ્રોત્સાહિત કરવા નિર્ણય કરવામાં આવેલ ત્યારે કેમિસ્ટ & ડ્રગિસ્ટ મેડિકલ એસો.ના પૂર્વ પ્રમુખ અને શક્તિ મેડિકલના માલિક મેઘરાજ સિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં જ્યારે ચૂંટણીપર્વ ઉજવાઈ રહ્યો છે ત્યારે આપણા ગુજરાતમાં પણ ૭ મી મેના રોજ ચૂંટણી અન્વયે મતદાન યોજનાર છે. ત્યારે મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી કે.બી. ઝવેરી દ્વારા મોરબી મેડિકલ એસો.ને મતદારોને આકર્ષવા માટે ખાસ ઓફર બનાવવા હાકલ કરી હતી. આવી જ રીતે મોરબીના BONANZA સલૂન વાળા પાર્થ સીતાપરાએ જણાવ્યું હતું કે, અમારા BONANZA સલૂન મતદાન જાગૃતિ અભિયાનમાં જોડાયું છે. અને ફેશિયલ હેર સ્પા, હેર કટ વગેરે પર ૫૦ % ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આવી જ રીતે મોરબીની હોટલ રિજંતા, જી.કે. હોટલ, સવેરા હોટલ, હોટલ ફર્ન રેસિડેન્સીમાં પણ ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવેલ છે






Latest News