મોરબીમાં બાવા અહેમદશાની મસ્જિદ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાને સક્ષમ શાળા તેમજ હરીત વિદ્યાલય એવોર્ડ એનાયત મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને બે શખ્સોએ છરી-ધારિયા વડે યુવાન ઉપર કર્યો હુમલો મોરબીમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા આરોપીના ઘરમાંથી એક પિસ્તોલ-નવ જીવતા કાર્ટિઝ ઝડપાયા, વધુ એક ગુનો નોંધાયો મોરબીના ખેવારીયા ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા 16 વર્ષના બાળકનું મોત મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું
Breaking news
Morbi Today

મોરબીમાં ગોડાઉનમાંથી ઝડપાયેલ સીરપના જથ્થાના ગુનામાં વધુ એક આરોપી પકડાયો


SHARE











મોરબીમાં ગોડાઉનમાંથી ઝડપાયેલ સીરપના જથ્થાના ગુનામાં વધુ એક આરોપી પકડાયો

મોરબીના લાતી પ્લોટમાં આવેલ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી કોડીનયુકત કફ સીરપનો જથ્થો પકડાયો હતો અને તે ગુનામાં અગાઉ મોરબી અને રાજકોટના ટ્રાન્સપોર્ટરની ધરપકડ કરીને તેને જેલ હવાલે કરેલ છે અને આ ગુનામાં હાલમાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ શ્રીહરીકૃપા ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી નશાકારક કોડીનયુકત કફ સીરપની ૧૦ હજાર બોટલો કિંમત ૨૦,૫૪,૮૦૦ તથા એક મોબાઇલ ફોન ૫,૦૦૦ એમ કુલ મળીને રૂા.૨૦,૫૯,૮૦૦ ના મુદામાલ સાથે સ્થળ ઉપરથી ટ્રાન્સપોર્ટર આશીફ આમદભાઇ સીપાઇની પોલીસે ધરપકડ કરી હતી ત્યાર બાદ આ ગુનામાં રાજકોટના ટ્રાન્સપોર્ટર ગોપાલ પરબતભાઇ ભરવાડની ધરપકડ કરી હતી અને તે બંને આરોપીઓને રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે કરાયા હતા આ ગુનામાં તાલુકા પીઆઇ એન.આર. મકવાણા દ્વારા હાલમાં અમિતગિરિ સુરેશગીરી ગોસાઇ જાતે બાવાજી (૪૨) ધંધો ટ્રાન્સપોર્ટમાં નોકરી, રહે. ૫૩૮/ પોકેટ-૭ સેક્ટર એ-૧૦ નરેલા દિલ્હી વાળાની ધરપકડ કરેલ છે અને આરોપીના રિમાન્ડ લેવા માટે ચક્રોગતિમાન કરેલ છે

પરણીતા દવા પી જતા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામે રહેતા પૂજાબેન દિલીપભાઈ ઝાપડા ભરવાડ નામની ૨૭ વર્ષીય પરિણીતા ગત તા.૨૧-૪ ના રાત્રિના નવેક વાગ્યે કોઈ કારણોસર ઝેરી દવા પી ગયા હતા.જેથી તેણીને અસર થતા ગત તા.૨૩ ના બપોરના બે વાગ્યાના અરસામાં તેઓને અત્રેની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને હોસ્પિટલ ખાતે તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના પીએસઆઇ ડી.ડી.જોગેલા દ્વારા આ બનાવ અંગે આગળની તપાસ તજવીજ શરૂ કરવામાં આવી હતી.પરણીતાનો લગ્નગાળો ઓછો હોય ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ બનાવના કારણ અંગે આગળની તજવીજ ચાલુ છે






Latest News