મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ૮૮૯ મતદાન મથકોએ ૨૮ એપ્રિલે Know Your Polling Station કેમ્પેઈનનું આયોજન


SHARE











મોરબી જિલ્લાના ૮૮૯ મતદાન મથકોએ ૨૮ એપ્રિલે Know Your Polling Station કેમ્પેઈનનું આયોજન

મતદારોને મતદાન મથકોએ સુગમતા રહે અને મતદાન મથક ને અગાઉથી જાણી અનુભવ કરે તે માટે ચૂંટણી પંચના માર્ગદર્શન અન્વયે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આગામી ૨૮ એપ્રિલે જિલ્લાના ૮૮૯ મતદાન મથકો પર 'Know Your Polling Station'નું આયોજન કરવામાં આવ્યું છે.


ભારતના ચૂંટણી પંચના નેતૃત્વમાં મતદારો મતદાનના અનુભવને વધુ સુખદ બનાવી શકે, મતદાન મથકે મુંઝવણ ન અનુભવે અને મતદાન મથકના સ્થળની અગાઉથી મુલાકાત લઈ પરિચિત બને તે માટે મોરબી જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરી અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કુલદિપસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ આગામી તા.૨૮/૪ ના રોજ સવારે ૯.૦૦ કલાકથી ૧૨.૩૦ કલાક સુધી Know Your Polling Station કેમ્પેઇનનું આયોજન કરવામાં આવનાર છે. જે અંતર્ગત કચ્છ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ૬૫-મોરબી વિઘાનસભા મતવિસ્તાર તેમજ રાજકોટ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ૬૬-ટંકારા અને ૬૭-વાંકાનેરના મતદાન મથકો મળી ૮૮૯ મતદાન મથકો પર તા.૨૮/૪ ના દિવસે મતદાન મથકના બી.એલ.ઓ. મતદારયાદી સાથે બેસવાના છે અને મતદારોને મતદારયાદીમાં તેઓના ભાગ નંબર, ક્રમ અને મતદાન મથકની માહિતી આપશે.

 

આ આયોજન અન્વયે મતદાન મથકના સ્થળની અંદર તેમજ બહારના વિસ્તારની સાફ સફાઇ હાથ ધરવામાં આવનાર છે, મતદાન મથકે જરૂરીયાત જણાયે રંગકામ તેમજ સમારકામની કામગીરી હાથ ઘરવામાં આવનાર છે અને મતદાન મથકે શૈચાલયની સ્વચ્છતા અંગેની કામગીરી હાથ ઘરવામાં આવનાર છે. વધુમાં દિવ્યાંગ મતદારો, સર્ભગા મહિલાઓ તથા ૮૦+ મતદારોને મતદાન માટે પ્રાધાન્ય આપવામાં આવે છે, મતદાન માટે ઓળખના વૈકલ્પિક પુરાવા અંગેની માહિતી બી.એલ.ઓ. દ્રારા આપવામાં આવશે. મતદાન મથક પર મતદાનના દિવસે પાર્કીંગની વ્યવસ્થા અંગેની માહિતી સંબંધિત બી.એલ.ઓ. દ્રારા આપવામાં આવશે જેથી આગામી તા.૨૮/૪ ના સવારે ૯.૦૦ કલાકથી ૧૨.૩૦ કલાક સુધીમાં મતદારોએ પોતાના મતદાન મથકે જઇ અગાઉથી મતદાન મથકથી પરીચિત બની આ કેમ્પઇનનો હિસ્સો બનવા મોરબી ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરી દ્વારા જણાવાયું છે.




Latest News