મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

માળીયા (મી)માં હથિયાર સાથે ઇન્સ્ટાગ્રામમાં ફોટો મૂકનાર અને હથિયાર આપનાર બંને શખ્સની ધરપકડ


SHARE







માળીયા (મી)માં હથિયાર સાથે ઇન્સ્ટાગ્રામમાં ફોટો મૂકનાર અને હથિયાર આપનાર બંને શખ્સની ધરપકડ

માળીયા તાલુકા વિસ્તારમાં એક શખ્સે બીજાના પરવાનાવાળુ હથીયારનો ઉપયોગ કરીને ફોટો પડેલ હતો અને તે ફોટો ઇન્સ્ટાગ્રામમાં મૂક્યો હતો જે એસઓજીની ટીમના ધ્યાને આવતા હથિયાર સાથેના ફોટાવાળો વિડીયો સોશ્યલ મીડિયામાં મૂકવામાં આવ્યો હતો જેથી હથીયાર સાથે ફોટો પાડનાર અને હથિયાર આપનારની સામે ગુનો નોંધીને બંને આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીમાં સોશ્યલ મિડીયામાં હથિયાર વાળા ફોટા અને વિડીયોઓ પોસ્ટ કરનાર તથા ગેરકાયદેસર હથિયાર રાખતા શખ્સોને પકડવા માટે એસઓજીની ટીમ શોધી કાઢીને કાર્યવાહી કરે છે તેવામાં સોશ્યલ મીડીયા ઇન્સ્ટાગ્રામમાં હબીબભાઇ વિરાભાઈ નોતીયારના હથીયાર સાથે ફોટાવાળો વિડીયો અપલોડ કરેલ હતો જેની તપાસ કરતાં હતા તેવામાં જવાનસિંહ ભરતસિંહ રાણા તેમજ આશીફભાઇ રહીમભાઇ ચાણકીયાને મળેલ બાતમી આધારે ઇન્સ્ટાગ્રામમાં હથિયાર સાથેના ફોટાવાળો વિડીયો મુકનાર હબીબભાઇ વિરાભાઈ નોતીયાર જાતે મિયાણા (૫૦) રહે ભોળી વાઢ વિસ્તાર માળીયા વાળાને પકડેલ છે અને તેને હથિયાર આપનાર વલીમામદભાઈ અભરામભાઈ પલેજા જાતે સંધી (૫૮) રહે ખાખરેચી વાળાને પકડવામાં આવેલ છે હાલમાં પોલીસે એક બારબોર ડબલ બેરલ હથિયાર જેની કિંમત ૫૦,૦૦૦ તેમજ એક મોબાઇલ ફોન જેની કિંમત ૫,૦૦૦ આમ કુલ મળીને ૫૫,૦૦૦ નો મુદામાલ કબજે કરેલ છે અને પકડેલા બંને શખ્સની સામે માળીયા (મી) પોલીસ સ્ટેશનમાં હથિયાર પરવાનાની શરતો ભંગ અંગે આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે રજીસ્ટર કરાવેલ છે. આ કામગીરી એસઓજીના પીઆઇ એમ.પી. પંડયાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીમાં સગારાની વાડી પાસે આવેલ ભક્તિ નિકેતન સોસાયટીમાં રહેતા હીરાલાલ મૂળજીભાઈ પરમાર (૪૫) નામનો યુવાન સનાળા રોડ ઉપર રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે બાઈક ચાલકે તેને હડફેટે લેતા અકસ્માતના બનાવમાં તેને ઈજા થઈ હતી જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવમાં નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વિપુલભાઈ પટેલ ચલાવી રહ્યા છે






Latest News