મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં ભાજપના આગેવાન અને યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા RTE ના ફોર્મ વિનામૂલ્યે ભરી આપવાનું આયોજન


SHARE







મોરબીમાં ભાજપના આગેવાન અને યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા RTE ના ફોર્મ વિનામૂલ્યે ભરી આપવાનું આયોજન

ગુજરાત સરકાર દ્વારા RTE હેઠળ વર્ષ ૨૦૨૪-૨૫ માં ધો.૧ માં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે અને આજથી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ કરવામાં આવેલ છે અને આ યોજના હેઠળ ખાનગી સ્કૂલમાં શિક્ષણ ફિ ભરવાની થતી નથી તેમજ યુનિફોર્મ, પુસ્તકો, સ્કૂલબેગ વગેરેનો ખર્ચ સરકાર દ્વારા વિદ્યાર્થીના વાલીના બેંક ખાતામાં જમા આપવામાં આવે છે

મોરબીના ત્રાજપર વિસ્તારમાં ભાજપ આગેવાન વિનોદ નાથાભાઈ ડાભી અને તેની ટીમે ત્રાજપર અંબિકા સોસાયટી બંગલો નંબર-૧ ખાતે RTE પ્રવેશ માટેના ફોર્મ વિનામૂલ્યે ભરી આપવાની વ્યવસ્થા કરેલ છે અને મોરબી માળિયા તથા ટંકારા પડધરી વિસ્તારના લોકોમાંથી કોઈને પણ RTE હેઠળ ઓનલાઇન ફોર્મ ભરવાનું હોય તો ત્યાં ભાર આપવામાં આવશે આજે તા ૧૪ થી ૨૬ સુધી આ ફોર્મ ભરવાની કામગીરી કરી આપવામાં આવશે  આ ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીનો જન્મનો દાખલો, રહેઠાણનો પુરાવો (લાઇટબીલ, રેશન કાર્ડ), વાલીનું જાતિનું પ્રમાણપત્ર, વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો, વાલીનો આવકનો દાખલો (મામલતદારનો), વિદ્યાર્થી નું આધાર કાર્ડ, વાલીનું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, બાળક કે વાલીના બેંક ખાતાની પાસબુક સાથે લાવવાની રહે છે આ ફોર્મ ભરવા https://rte.orpgujarat.com/ ઉપર ભરવામાં આવે છે આવી જ રીતે મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા આરટીઈ એક્ટ અંતર્ગતના ફોર્મ વિનામૂલ્યે ભરી આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીના રવાપર રોડે આવેલ લવકુશ કોમ્પ્લેક્સ બેલ પીઆતોઝ બાજુમાં કાનાભાઈ દાબેલી વાળાની સામે મોરબી ખાતે વ્યવસ્થા કરવામાં આવેલ છે જેમાં જરૂરિયાતમંદ પરિવારના બાળકોના ફોર્મ ભરી આપવામાં આવશે 






Latest News