ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

ટંકારા તાલુકામાં ઉલ્ટીઓ થતાં સારવારમાં ખસેડાયેલ સગીરાને ગર્ભપાત થયો હોવાનું ખૂલ્યું


SHARE











ટંકારા તાલુકામાં ઉલ્ટીઓ થતાં સારવારમાં ખસેડાયેલ સગીરાને ગર્ભપાત થયો હોવાનું ખૂલ્યું

ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરાને ઘરે હતી ત્યારે ઉલટીઓ થવા લાગી હતી જેથી કરીને તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ગાયનેક વિભાગમાં સગીરાની તપાસ કરવામાં આવતા સગીરાનો ગર્ભપાત થયેલ હોવાનું જણાતા આ અંગેની હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અને વાડીમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારની સગીર દીકરીને ગઈકાલે સાંજના સમયે ઘરે હતી ત્યારે ઉલટીઓ થવા લાગી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં તેની મેડિકલ તપાસ દરમિયાન ગાયનેક તપાસ કરવામાં આવી હતી ત્યારે સગીરાને કોઈ કારણોસર ગર્ભપાત થયો હોવાનું જણાતા આ અંગેની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે તે અંગેની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવ ટંકારા તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં બનાવની જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે

મારા મારીમાં ઇજા

મોરબી નજીકના રફાળેશ્વર ગામે રહેતા સાગર હરજીભાઈ પરમાર (૨૪) નામના યુવાનને તેના ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ રામ ચોક પાસે રાત્રિના સમયે વાહન અકસ્માતનો બનાવ બનેલ હતો તેમાં તોફિક સલીમ શેખ (૨૦) રહે. પંચાસર રોડ મોરબી, ઝાકીર આબિદ સમા (૨૦) રહે. મકરાણીવાસ અને ઇરફાન સિકંદરભાઈ સમા (૧૬) રહે. મકરાણીવાસ વાળાઓને ઇજાઓ થઈ હતી જેથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલને લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ દ્વારા કરવામાં આવી હતી






Latest News