મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડે ભગવતીપરા નાકા પાસે જુગાર રમતા ત્રણ શખ્સની ધરપકડ


SHARE











મોરબીના વાવડી રોડે ભગવતીપરા નાકા પાસે જુગાર રમતા ત્રણ શખ્સની ધરપકડ

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ભગવતીપરા નાકા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૦,૨૦૦ ની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ભગવતીપરાના નાકા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી અને ત્યારે તુષારભાઈ ઘનશ્યામભાઈ ગોહિલ જાતે ખવાસ (૨૭) રહે. વાવડી રોડ ગાયત્રી નગર શેરી નં-૩ મોરબી, મુન્નાભાઈ દેવાભાઈ લામકા જાતે ભરવાડ (૩૬) રહે. વાવડી રોડ ભગવતીપરા મોરબી અને અમુભાઈ બાબુભાઈ ગુઢડા જાતે ગઢવી (૩૬) રહે. માધાપર શેરી નં-૧૭ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૧૦,૨૦૦ ની રોકડ કબજે કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા
મોરબી નજીકના રવાપર ગામે રહેતા કુબાવત ગીતાબેન (૫૫) નામના મહિલા બાઇકમાં પાછળના ભાગે બેસીને રવાપર ગામે આવેલ ગોલ્ડન માર્કેટ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં કોઈ કારણોસર તે બાઈકમાંથી નીચે પડી જતા અકસ્માતના બનાવવા તેઓને ઈજા થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે

માર માર્યો
મોરબી તાલુકાના જીકિયારી ગામે રહેતા ખીમજીભાઇ ઉગાભાઇ સોલંકી (૫૫) નામના આધેડને તેઓ પોતાના ઘરે હતા ત્યારે તેના દીકરાએ લાકડી વડે માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલા ખીમજીભાઇ સોલંકીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી






Latest News