મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબી નજીક ટેન્કરમાંથી ગેસ ચોરીના ગુનામાં પોલીસે હોટલના સંચાલક બાદ બે મુખ્ય આરોપીઓની કરી ધરપકડ: એક આરોપીઓની શોધખોળ ચાલુ


SHARE







મોરબી નજીક ટેન્કરમાંથી ગેસ ચોરીના ગુનામાં પોલીસે હોટલના સંચાલક બાદ બે મુખ્ય આરોપીઓની કરી ધરપકડ: એક આરોપીઓની શોધખોળ ચાલુ

મોરબીના નાગડાવાસ ગામના પાટિયા નજીક હોટલના ગ્રાઉન્ડમાં ગેસ ટેન્કરમાંથી ગેસની ચોરી કરવામાં આવતી હતી ત્યારે પોલીસે રેડ કરીને સ્થળ ઉપરથી ટેન્કર, બોલેરો ગાડી સહિત ૨૮ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરેલ હતો આ ગુનામાં તે સમયે પોલીસે હોટલ ભાડે રાખનારા હોટલના સંચાલકની ધરપકડ કરી હતી અને હાલમાં બે મુખ્ય સુત્રધારની ધરપકડ કરી જેલ હવાલે કરાયા હોવાની અને એક ડ્રાઇવર હજુ પકડવાનો બાકી હોય તેને પકડવા માટેની આગળની કાર્યવાહી શરૂ કરેલ છે.

થોડૈ સમય પહેલા મોરબીના નાગડાવાસ ગામના પાટીયા પાસે માલાણી હાઇવે હોટલના ગ્રાઉન્ડમાં ગેસના ટેન્કરમાંથી ગેસની ચોરી કરવામાં આવી રહી હતી જેથી કરીને માલાણી હાઇવે હોટલના ગ્રાઉન્ડમાં પોલીસે રેડ કરી હતી. ત્યારે ગેસની ચોરી કરીને ભરવામાં આવેલ બાટલા, બોલેરો અને ટેન્કર નંબર કેએ ૧ એએમ ૯૯૨૧ મળીને કુલ રૂા.૨૮,૦૫,૪૦૬ નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.જે બાબતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને વાહન છોડીને નાસી ગયેલા આરોપી સહિતનાઓની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી.આ ગુનામાં જે હોટલ પાસે વાહનો ઊભા રાખીને ગેસની ચોરી કરવામાં આવી રહી હતી તે માલાણી હાઇવે હોટલ ભાડે રાખનારા સંચાલક ચુનીલાલ રામલાલ લેગા જાતે જાટ (૨૮) રહે. માળીયા હાઇવે નાગડાવાસ પાટીયા પાસે માલાણી હાઇવે હોટલ મોરબીની પોલીસે અગાઉ ધરપકડ કરી હતી અને બાકીના આરોપીને પકડવા માટે તજવીજ ચાલુ હતી.

દરમિયાનમાં તાલુકા પોલીસ સ્ટાફે ઉપરોક્ત ગેસ કટીંગ કરી ગેસ ચોરીના બનાવમાં મુખ્ય આરોપી એવા મદનગોપાલ સોહનરામ પુનિયા જાતે બિસ્નોઈ (૨૩) રહે.ગાયત્રીનગર વાવડી રોડ મોરબી અને સુનિલકુમાર રીડમલરામ મંડા જાતે બિસ્મોઈ (૨૯) રહે.ગાયત્રીનગર વાવડી રોડ મોરબી વાળાઓની ધરપકડ કરી હતી અને તેઓને કોર્ટમાં રજૂ કરતા તેઓના રિમાન્ડ મંજૂર થયા હતા અને તે રિમાન્ડ પૂર્ણ થતા હાલ તે બંનેને પણ જેલ હવાલે કરાયા હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.હજુ આ કેસમાં એક ડ્રાઇવરને પકડવાનો બાકી હોવાનું પણ પોલીસે માહિતી આપતા જણાવેલ છે.

યુવાન સારવારમાં

મોરબી તાલુકાના ખારચિયા ગામે રહેતા પુષ્પરાજસિંહ સહદેવસિંહ જાડેજા નામનો ૨૩ વર્ષનો યુવાન વહેલી સવારે ચારેક વાગ્યે બાથરૂમ કરવા માટે ઉઠ્યો હતો અને બહાર ગયા હતા ત્યારે ત્યાં કોઈ જનાવર કરડી ગયું હતું જેથી તેઓને અત્રે આયુષ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને ત્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હોય બીટ વિસ્તારના જમાદાર ફિરોજભાઈ સુમરાએ તપાસ કરી હતી.

વૃદ્ધા સારવારમાં

મોરબીના લખધીરવાસ નજીક આવેલ સુથાર શેરીમાં રહેતા નિમિષાબેન હસમુખભાઈ ત્રિવેદી નામના ૬૦ વર્ષના વૃદ્ધાને વાહન અકસ્માતમાં ઈજા થતા અત્રેની ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા તેઓ બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં તેઓનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો જેમાં ઇજા પામતા તેમને સારવારમાં લઈ જવાયા હોય એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી.






Latest News