મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

ભારે કરી: મોરબી તાલુકાની ગ્રામ પંચાયતના એક સભ્યને મુદત આવે તે પહેલા જ હોદા ઉપરથી હટાવવા આદેશ !


SHARE







ભારે કરી: મોરબી તાલુકાની ગ્રામ પંચાયતના એક સભ્યને મુદત આવે તે પહેલા જ હોદા ઉપરથી હટાવવા આદેશ !

મોરબી તાલુકાની લખધીરપુર ગ્રામ પંચાયતના એક સભ્યોને તાત્કાલિક અસરથી ડીડીઓ દ્વારા હોદા ઉપરથી દૂર કરવામાં આવેલ છે જેથી કરીને સભ્ય દ્વારા અધિકારીની બેધારી નીતિની સામે હાલમાં સ્થાનિક અધિકારીને રજૂઆત કરેલ છે અને આગામી દિવસોમાં કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી છે

મોરબી જિલ્લા પંચાયતની હદમાં આવતી ગ્રામ પંચાયતોમાં સત્તાનો દુરુપયોગ કરવામાં આવ્યો હોય કે કોઈપણ જગ્યાએ પદાધિકારી કે સભ્ય દ્વારા ગેરરીતિ કરવામાં આવતી હોય તો તાત્કાલિક તેઓની સામે આકરી કાર્યવાહી કરવામાં આવે છે તેવામાં મોરબી તાલુકાની લખધીરપુર ગ્રામ પંચાયતના બે સભ્યોને તેઓના સભ્ય પદ પરથી દૂર કરવા આવ્યા છે જે પૈકીનાં એક સભ્યને ડીડીઓના આદેશથી સભ્ય પદ ઉપરથી હટાવવામાં આવેલ છે જેથી કરીને તે સભ્યની સાથે અન્યાય થયો હોવાની તેને હાલમાં સ્થાનિક અધિકારીને રજૂઆત કરેલ છે

મોરબી તાલુકાનાં લખધીરપુર ગ્રામ પંચાયતના સભ્ય રમેશભાઈ દેવરાજભાઈ ખાણધરએ જણાવ્યુ હતું કે, તેને હોદ્દાનો દુર ઉપયોગ કર્યો હોવની જે અરજી અને ફરિયાદો કરવામાં આવી હતી તે મેટર માટે મોરબીના ડીડીઓ પાસે જે મેટર ચાલી રહી છે તેના તા ૬/૨ ની મુદત આપવામાં આવી હતી અને અગાઉની દરેક મુદતમાં તે હજાર હતા જો કે, તા ૬/૨ ની મુદતમાં તેને સાંભળવામાં આવે તે પહેલા જ ડીડીઓ દ્વારા તેને ગામ લેવલની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં જઈને ત્યાં દૂર વ્યવહાર કરવા, તેમજ પંચાયતના સરપંચ અને ઉપસરપંચ સાથે સતત ખોટા ઘર્ષણ કરવા અને ગામમાં દબાણને પ્રોત્સાહન આપવા બદલ ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ ૫૭ (૧) અંતર્ગત તેના સભ્ય પદ ઉપરથી દૂર કરવામાં આવેલ છે તેવો આદેશ કરવામાં આવ્યો છે જેથી કરીને તેની સાથે અન્યાય થયો હોવાથી હાલમાં નવા મુકાયેલ ડીડીઓને હાલમાં રજૂઆત કરી છે જો કે, તેને ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં કોર્ટના દ્વાર ખટખટાવશે તેવી પણ તેને ચીમકી ઉચ્ચારી છે






Latest News