વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારા ગ્રામ પંચાયતને સુપરસિડ કરવાની પૈરવી !


SHARE











ટંકારા ગ્રામ પંચાયતને સુપરસિડ કરવાની પૈરવી !

ટંકારા ગામ પંચાયતની બે વર્ષ અગાઉ  ચુંટણી જંગ ખરા ખરીનો જામ્યો હતો અને એક તરફ રિટાયર્ડ શિક્ષક ગોરધન ખોખાણી જ્યારે બિજી તરફ યુવા એડવોકેટ સિરીઝ અબ્રાણી વચ્ચે સિધ્ધી ટક્કર જોવા મળી હતી અને ગોરધન ખોખાણી જીત્યા બાદ પણ ૧૪ સભ્યમાથી સરપંચ જુથના ૬ જ્યારે સામે પક્ષે ૭ અને અપક્ષના એક સભ્ય ચુટાયા હતા અને બાદમાં ઉપ સરપંચ બનવાની ધડી વખતે રોપાયેલા આંતરિક કલેહના લબકાર હજુ પણ દેખાઈ રહ્યા છે અને બજેટ નામંજુર કરીને વિરોધી પક્ષે પંચાયત સુપરસિડ કરવાની પૈરવી કરી હોવાની ચર્ચાના લીધે રાજકારણ ગરમાયું છે

વાત આટલેથી ન અટકતા સરપંચ વિરોધનુ જુથે ગત બે સામાન્ય સભા બેઠકમા બજેટ સહિતના મુદા નામંજુર કર્યા બાદ સરપંચને પોતાની જમીન જતી હોય એમ લાગતું હોય હાલે બંધારણીય જોગવાઈ મુજબ અનેક રજૂઆતો અને કાર્યવાહી હાથ ધરી છે આ વચ્ચે આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવતા એક સભ્યને સસ્પેન્ડ કરી દીધા છે જ્યારે એક મહિલા સભ્ય ઉપર પણ સરપંચે કાર્યવાહી કરવા માટે અરજી કરી છે. અને હાલમાં અંદરખાને ઘણું રંધાઇ રહ્યું છે જેથી આગામી દિવસોમાં કઈક નવાજૂની થશે તે નિશ્ચિત છે 






Latest News