સોશ્યલ મીડિયાએ ભારે કરી: મોરબીમાં હથિયાર પરવાનો ન હોવા છતાં ફોટો અપલોડ કરનારા સહિત બે સામે કાર્યવાહી
મોરબીમાં સાળાના લગ્ન હોય પત્નીને માવતરે મૂકીને ઘેર જતાં યુવાનને રસ્તમાં કાળનો ભેટો
SHARE
મોરબીમાં સાળાના લગ્ન હોય પત્નીને માવતરે મૂકીને ઘેર જતાં યુવાનને રસ્તમાં કાળનો ભેટો
મોરબીમાં રહેતા સાળાના લગ્ન હોય વાંકાનેરમાં રહેતો યુવાન પોતાની પત્નીને મોરબી કાર લઈને તેના મિત્ર સાથે મૂકવા માટે આવ્યો હતો અને પત્નીને માવતરના ઘરે મૂકીને યુવાન તેના મિત્ર સાથે પરત વાંકાનેર તરફ જતો હતો ત્યારે મોરબીના બંધુનગર ગામ સામે ચામુંડા હોટલ નજીક રસ્તાઓ આવેલ ખાડો તારવવા જતા યુવાને તેની ગાડીના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો અને રોડ સાઈડમાં ડિવાઈડરમાં લગાવેલ લોખંડની જાળી તોડીને ગાડી બેથી ત્રણ પલટી મારી ગઈ હતી અને ત્યારે ગાડી ચલાવી રહેલા યુવાનને માથામાં ગંભીર ઇજા થઈ હોવાથી હેમરેજ થતા તેનું મોત નીપજયું હતું અને કારમાં બેઠેલા તેના મિત્રને પણ ઇજાઓ થઇ હોવાથી સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને હાલમાં ઈજા પામેલા યુવાનની ફરિયાદ લઈને ગાડી ચલાવી રહેલા મૃતકની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરલે છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં પ્રતાપ રોડ ઉપર સિપાઈ શેરી ખાતે રહેતા સોમીલભાઈ રસીદભાઈ કુરેશી જાતે સિપાહી મુસ્લિમ (૨૫)એ હાલમાં ગાડી નંબર જીજે ૩૬ આર ૬૫૭૭ ના ચાલક શહેબાજ મોહમદરફીક મેમણ રહે. વાંકાનેર વાળા તેના મિત્રની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેના મિત્ર શહેબાજ મોહમદરફીક મેમણના સાળા મોરબીમાં આવેલ મદીના સોસાયટી ખાતે રહેતા હોય તેના તા ૧૮-૧૯ ના રોજ લગ્ન હોવાથી શહેબાજ મોહમદરફીક મેમણ તેના પત્નીને કાર લઈને મોરબી મુકવા માટે થઈને આવી રહ્યો હતો ત્યારે તે તેની પાસે આવેલ અને તેના પત્નીને મોરબી મૂકીને પરત આવી જશું તેમ કહીને તેને પણ ગાડીમાં સાથે લીધો હતો અને મોરબીમાં મદીના સોસાયટી ખાતે શહેબાજ મોહમદરફીક મેમણની પત્નીને માવતરના ઘરે મૂકીને બંને મિત્રો ઘરે પરત વાંકાનેર તરફ જતાં હતા ત્યારે બંધુનગર ગામ નજીક ચામુંડા હોટલ પાસે રસ્તામાં આવેલ ખાડો તારવવા જતા કાર ચલાવી રહેલ શહેબાજ મોહમદરફીક મેમણે કારના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દીધો હતો અને રોડ સાઈડમાં ડિવાઈડરમાં લગાવવામાં આવેલ લોખંડની જાળી સાથે કાર અથડાઈ હતી અને કાર જાળી તોડીને બેથી ત્રણ પલટી મારી ગઈ હતી ત્યારે કાર ચલાવી રહેલા શહેબાજ મોહમદરફીક મેમણને માથામાં પાછળના ભાગે ગંભીર ઇજા થતાં હેમરેજ થઈ ગયું હતું અને તેનું મોત નીપજયું હતું તો કારમાં બેઠેલા ફરિયાદી સોમીલભાઈ કુરેશીને પણ ઇજાઓ થઈ હોવાથી તેને પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ જવામાં આવ્યો હતો હાલમાં સોમીલભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મૃતક શહેબાજ મોહમદરફીક મેમણ સામે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એમ. બગડા ચલાવી રહ્યા છે









