મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

વાંકાનેરના હસનપર ગામે હાર્ટ એટેકથી યુવાનનું મોત


SHARE







વાંકાનેરના હસનપર ગામે હાર્ટ એટેકથી યુવાનનું મોત

મોરબી જિલ્લા સહિત સમગ્ર ગુજરાત અને ભારત દેશની અંદર યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ સતત ચિંતાજનક રીતે વધી રહ્યું છે તેવામાં વાંકાનેરના હસનપર ગામે મેલડી માતાજીનાં મંદિર પાસે રહેતા યુવાનને હાર્ટ અટેક આવતા તેનું મોત નીપજયું છે જેથી કરીને આ બનાવની વાંકાનેરની સરકારી હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર નજીક આવેલ હસનપર ગામે મેલડી માતાજીના મંદિરની પાસે રહેતા શૈલેષકુમાર અશોકભાઈ દાદરેચા (૨૮) નામના યુવાનને હાર્ટ અટેક આવતા તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેને મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને મૃતક યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળ મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સિરામિક સિટીની પાછળના ભાગમાં આવેલ ઉમિયાનગરમાં રહેતા રાહુલ ગમારા (૧૯) નામના યુવાનને ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને સારવાર માટે આવ્યો હતો અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની વધુ તપાસ જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે






Latest News