મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે રહેતા પટેલ પરિવારના ત્રણ સભ્યોના અકસ્માતમાં મોત


SHARE







મોરબીના રવાપર ગામે રહેતા પટેલ પરિવારના ત્રણ સભ્યોના અકસ્માતમાં મોત

મોરબીથી દ્વારકા પગપાળા જતા રવાપર ગામે રહેતા પટેલ પરિવારના ચાર સભ્યોને જામનગરના મોટી ખાવડી પાસે અકસ્માત નડ્યો હતો અને ત્યાં કાર ચાલકે હડફેટે લેતા એક જ કુટુંબના ત્રણ સભ્યોના મોત નીપજયાં હતા અને એક વ્યક્તિને ઇજા થતાં સારવારમાં ખસેડાયેલ છે.

મોરબી નજીકના રવાપર ગામે રહેતા રમેશભાઈ ચતુરભાઈ ભાડજા, તેમના મામાના દીકરા પરેશભાઈ લિખિયા, કરશનભાઈ ભગવનજીભાઈ ભાડજા તેમજ રમેશભાઈના સાળા પ્રાણજીવનભાઈ રતિલાલ થોરિયા મોરબીથી તા ૧૨ ના રોજ રવાપરથી દ્વારકા જવા માટે રવાના થયા હતા અને પગપાળા જરહેલા પદયાત્રિકો ખંભાળિયા હાઇવે ઉપર મોટી ખાવડી પાસે રીલાયન્સ ફેકટરીના મુખ્ય ગેઇટ પાસે પહોંચ્યા હતા ત્યારે જીજે ૨ ડીએમ ૫૯૧૮ નંબરની કારના ચાલકે તેને હડફેટે લીધા હતા અને આ  ચાર પૈકીનાં એક જ કુટુંબના ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા અને વધુમાં જાણવા મળતી માહિતી મુજબ રમેશભાઈ ચતુરભાઈ ભાડજા, પરેશભાઈ લિખિયા, કરશનભાઈ ભગવનજીભાઈ ભાડજાનું મોત થયું છે અને આ ઘટનામાં પ્રાણજીવનભાઈ રતિલાલ થોરિયાને ઇજા થયેલ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા છે અને આ બનાવની ફરિયાદ લેવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે






Latest News