મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના પીપળી ગામ નજીક ટ્રક ટ્રેલરના ચાલકે રીક્ષાને હડફેટે લેતા અકસ્માત: ડ્રાઇવર અને મુસાફર મહિલાને ઇજા થતા સારવારમાં


SHARE







મોરબીના પીપળી ગામની સીમમાં ત્રિલોક ધામ સોસાયટી પાસે રીક્ષા ચાલક પોતાની રિક્ષામાં પેસેન્જરને લઈને જઈ રહ્યો હતો ત્યારે ટ્રક ટ્રેલરના ચાલકે તે રીક્ષા ને હડફેટે લીધી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં રીક્ષા ચાલકને તથા તેમાં બેઠેલ મુસાફર મહિલાને ઇજાઓ થઈ હોવાથી ઇજાગ્રસ્તમાં સારવારમાં કસવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ટ્રેલરના ચાલક સામે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ વિજયનગરમાં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગનું કામ કરતા જયંતીલાલ ગાંડાલાલ સોલંકી જાતે અનુ. જાતિ (૪૮)એ હાલમાં ટ્રક ટેલર નંબર આરજે ૨૯ જીએ ૭૮૪૦ ના ચાલક મોહનભાઈ જગદીશભાઈ ચાઉ જાતે ચૌધરી (૨૬) રહે મુળ બાડમેર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે મોરબીના જેતપર રોડ ઉપર પીપળી ગામ નજીક આવેલ ત્રિલોક ધામ સોસાયટી સામે તેઓએ પોતાની રીક્ષા નંબર જીજે ૩૬ યુ ૭૫૮૬ માં મુસાફર મહિલા સુરભીબેન ને મૂકવા જવા માટે થઈને વાળી હતી ત્યારે ટ્રક ટેલરના ચાલકે રિક્ષાને હડફેટે લીધી હતી જેથી કરીને રીક્ષા ચાલક તથા તેમાં બેઠેલ મુસાફર મહિલાને ઈજા થયો હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તે બંનેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ રીક્ષા ચાલકે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News