મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના લાતી પ્લોટ માં કલર કામ કરતાં સમયે શોટ લાગતા યુવાનનું મોત


SHARE







મોરબી શહેરના લાતી પ્લોટ વિસ્તારની અંદર આવેલ કારખાનામાં કલર કામ કરતા સમયે ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને યુવાનનું મોત નિપજયુ હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના પિતા દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ થઇ હતી

માળીયા મીયાણા તાલુકાના નાનીબરાર ગામે રહેતા બચુભાઈ મોમૈયાભાઈ ચાવડા જાતે આહિર (૬૨) નો દીકરો નિલેશભાઈ બચુભાઈ ચાવડા જાતે આહિર (૩૩) રહે. નાની બરાર વાળો મોરબી શહેરના લાતી પ્લોટ વિસ્તાર ની અંદર આવેલ જૈન એન્ટરપ્રાઇઝ કારખાનામાં ત્રીજા માળે રવેશના ભાગે કલર કામ કરી રહ્યો હતો ત્યારે કલર કામ કરતાં સમયે તે યુવાનને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને તેને ૧૦૮ મારફતે તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તે યુવાને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ મૃતક યુવાનના પિતા બચુભાઈ ચાવડા દ્વારા આ અંગેની મોરબી સીટી એ ડિવિજન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News