મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના ઉદ્યોગકારના એક્સપોર્ટમાં ડૂબેલા રૂપિયા સામે ઇસીજીસી પોલિસીનો લાભ મળતા ૧૭.૭૨ લાખ આવ્યા


SHARE







મોરબીના ઉદ્યોગકારના એક્સપોર્ટમાં ડૂબેલા રૂપિયા સામે ઇસીજીસી પોલિસીનો લાભ મળતા ૧૭.૭૨ લાખ આવ્યા

મોરબીના કારખાનેદારો દ્વારા માલ એક્સપોર્ટ કરવામાં આવે છે અને ઘણી વખત તેમાં પણ નાણાં ડૂબે છે ત્યારે કેન્દ્ર સરકારના એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની પોલીસી લઇને જો ક્રેડિટ આપવામાં આવે તો નાણા ડૂબવાની શક્યતાઓ નહિવત રહે છે અને જો પૈસા ડુબે તો ૮૦ ટકા પેમેન્ટ ઇસીજીસી દ્વારા કરવામા આવે છે એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા વિશેની માહિતી આપતા મોરબી સિરામિક એસો. ના માજી પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું કે, તેઓતમામ એક્સપોર્ટરને ઇસીજીસી સિસ્ટમથી ક્રેડિટ આપવા સૂચન કર્યું હતું ત્યારે આજે આર્ટોસ ઇન્ટરનેશનલ એલ.એલ.પી. નામની  એકસપોર્ટ કરતી કંપની નુ  પેમેન્ટ ફસાતા ઇસીજીસી દ્વારા તેમને ૮૦ ટકા પેમેન્ટ પાસ કરવામાં આવ્યું છે જેથી તેને ઇસીજીસી દ્વારા ૧૭,૭૨,૦૫૩ નો ચેક આપવામાં આવેલ છે ત્યારે ભારત સરકારની આ પોલીસીનો લાભ દરેક ઉધોગકારરે ઇસીજીસીનો લાભ લેવા તેઓએ આહ્વવાન પણ કર્યું છે






Latest News