મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

હળવદના જુના ધનાળા ગામના પાટીયા પાસે સર્જાયેલા અકસ્માતમાં બહેન બાદ હવે ઇજા પામેલા યુવાનનું મોત


SHARE







હળવદના જુના ધનાળા ગામના પાટીયા પાસે સર્જાયેલા અકસ્માતમાં બહેન બાદ હવે ઇજા પામેલા યુવાનનું મોત

હળવદના જુના ધનાળા ગામના પાટીયાથી આગળના ભાગમાં રોંગ સાઈડમાં આવેલા ટ્રેક્ટરના ચાલકે બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો ત્યારે એક યુવતનું મોત નીપજયું હતું અને તે યુવતીના ભાઈને ઇજા થયેલ હતી જે યુવાનનું પણ સારવાર દરમ્યાન મોત નીપજયું છે જેથી દિવાળીના પર્વ ઉપર પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે

મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા પાયલબેન રાજેશભાઈ હમીરપરા જાતે કોળી (૧૯)એ થોડા દિવસો પહેલા ટ્રેક્ટર નં જીજે ૧૩ સીએ ૯૮૫૬ ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કેતે પોતાના માસીના દીકરાના લગ્ન હોવાથી રાણેકપર ગામે તેની માતા કંચનબેન અને બે બહેન પૂજા અને નંદની તેમજ ભાઈ જેરામ સાથે ત્યાં ગયા હતા અને લગ્ન પ્રસંગ પૂરો થઈ ગયા બાદ ફરિયાદી પાયલબેન તેના દાદાના દીકરા પ્રકાશભાઈ ચંદુભાઈ હમીરપરાના બાઈક નંબર જીજે ૩૬ એ ૨૫૫૮ માં પ્રકાશભાઈ અને તેના સગા બહેન હેતલબેન ચંદુભાઈ હમીરપરા સાથે જેતપર તરફ જવા માટે થઈને નીકળ્યા હતા ત્યારે જુના ધનાળા ગામના પાટીયાથી આગળના ભાગમાં રોંગ સાઈડમાં આવેલા ટ્રેક્ટર ચાલાકે તેઓના બાઇકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં બાઈક ઉપર બેઠેલા હેતલબેન ચંદુભાઈ હમીરપરાને ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને પાયલબેન હમીરપરા અને પ્રકાશભાઈ હમીરપરાને ઈજાઓ થઇ હોવાથી તેને સારવારમાં લઈને આવ્યા હતા અને સારવાર દરમ્યાન હાલમાં પ્રકાશભાઈ ચંદુભાઈ હમીરપરાનું પણ મોત નીપજયું છે જેથી અકસ્માતના આ બનાવમાં બે સગા ભાઈ-બહેનનું મોત થતાં હાલમાં હમીરપરામાં દિવાળીના પર્વ ઉપર શોકનું મોજુ ફરી વળ્યું છે






Latest News