મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

હળવદના માથક ગામે રૂપિયાની લેતી દેતી બાબતે બોલાચાલી કરીને યુવાનને માર માર્યો: મારી નાખવાની ધમકી


SHARE







હળવદના માથક ગામે રૂપિયાની લેતી દેતી બાબતે બોલાચાલી કરીને યુવાનને માર માર્યો: મારી નાખવાની ધમકી

હળવદ તાલુકાના માથક ગામે ઝાંપા પાસે યુવાન સાથે ઉછીના આપેલા પૈસા બાબતે બોલાચાલી કરવામાં આવી હતી ત્યારે યુવાને કહ્યું હતું કે, “હું તમારી પાસે પૈસા માંગુ છું તે મને આપી દો એટલે હું તમારા પૈસા આપી દઇશ જેથી કરીને ઉશ્કેરાઈ ગયેલા શખ્સે ગાળો આપી હતી અને લાકડી વડે યુવાનને પીઠ અને જમણા પગના ભાગે માર માર્યો હતો તેમજ કપાળ ઉપર લાકડાનો ધોકો મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના માથક ગામે રહેતા નિલેશભાઈ ઉર્ફે નીલો હેમુભાઈ મદ્રેસાણીયા જાતે કોળી (૨૬)એ પીન્ટુભાઇ અશોકભાઈ બોરાણીયા જાતે કોળી રહે. માથક વાળાની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, માથક ગામના ઝાપા પાસે તે હતો ત્યારે આરોપીએ તેને ગાળો આપીને ઉછીના આપેલા પૈસા પરત માંગ્યા હતા ત્યારે ફરિયાદીએ આરોપીને કહ્યું હતું કે હું તમારી પાસે પૈસા માંગુ છું તે મને આપી દો એટલે હું તમારા પૈસા આપી દઇશ જેથી કરીને આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને તેને ફરિયાદીને ગાળો આપી હતી અને લાકડીના ધોકા વડે વાંસા જમણા પગ અને કપાળ ઉપર માર માર્યો હતો તેમજ યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પીન્ટુભાઇ અશોકભાઈ બોરાણીયાની સામે ફરિયાદ નોંધાવી છે તેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News