મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

ભાવનગરથી માતાજીના દર્શને નીકળેલ બેલડી મોરબી જીલ્લામાં ૩૦ લાખના જેસીબીની ચોરી કરી હોવાનું ખૂલ્યું


SHARE







ભાવનગરથી માતાજીના દર્શને નીકળેલ બેલડી મોરબી જીલ્લામાં ૩૦ લાખના જેસીબીની ચોરી કરી હોવાનું ખૂલ્યું

સામાન્ય રીતે લોકો માતાજીનાં દર્શન કરીને ઘરે જાય ત્યારે પ્રસાદી લેતા જતાં હોય છે જો કે, ભાવનગર જિલ્લામાંથી બે મિત્રો માતાજીનાં દર્શન કરવા માટે નીકળ્યા હતા અને મોરબી જિલ્લામાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તે બંને દ્વારા એક જેસીબી મશીનની ચોરી કરવામાં આવી હતી આ વાત સાંભળીને જરા પણ ચોંકી જવાની જરૂર નથી કેમ કે, ભોગ બનેલા આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે જેસીબી ચોરીના ગુનામાં આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને સીસીટીવી કેમેરા અને પોકેટ કોપ એપ્લીકેશનના મધ્યમથી પોલીસે બંને આરોપીને પકડીને ચોરીમાં ગયેલ જેસીબી કબ્જે કરેલ છે

મોરબી તાલુકા પોલીસની ટીમે હાલમાં જેસીબીની ચોરીનો ભેદ ઉકેલ્યો છે જેમાં ચોંકાવનારી માહિતી સામે આવેલ છે મૂળ કચ્છ જિલ્લાના કડોલ ગામના રહેવાસી સાંજણભાઈ ભીખાભાઈ નાંગહ જાતે રબારી (૫૫)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને અજાણ્યા શખ્સની સામે વાહન ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, મોરબીની અણીયારી ચોકડી પાસે સિલ્વર હોટલની બાજુમાં તેની માલિકીનું જેસીબી નંબર જીજે ૧૨ સીએમ ૫૨૧૧ પાર્ક કરીને મૂક્યું હતું જે ૩૦ લાખ રૂપિયાની કિંમતનું જેસીબી ચોરી કરવામાં આવ્યું હતું જેથી કરીને ભોગ બનેલા આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી હતી અને આ જેસીબી સીસીટીવી કેમેરામાં દેખાયું હતુ ત્યાં તેની સાથે એક બાઇક પણ જોવા મળ્યું હતું જેથી કરીને તે બાઈકના નંબર આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને તે બાઇક ભાવનગર જિલ્લાના નાગધણીબા ગામે રહેતા ભરતભાઇ રવજીભાઇ ચૌહાણનું હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે ત્યાં જઈને ચેક કર્યું હતું ત્યારે ચોરીમાં ગયેલ જેસીબી પણ ત્યાંથી મળી આવ્યું હતું જેથી કરીને પોલીસે સ્થાળ ઉપરથી શૈલેષભાઇ ભરતભાઇ ચૌહાણ જાતે કોળી (૧૯) અને વિશાલભાઇ વલ્લભભાઇ મકવાણા જાતે કોળી (૨૦) રહે. બંને નાગધણીબા જિલ્લો ભાવનગર વાળાની ધરપકડ કરી હતી

આ આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં એવી માહિતી સામે આવી હતી કે તે બંને કચ્છમાં મોગલ માતાજીનાં મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા અને ત્યાંથી પાર્ટ જય રહ્યા હતા ત્યારે અણીયારી ચોકડી પાસેથી તેને જેસીબી મશીનની ચોરી કરી હતી જેથી કરીને પોલીસે હાલમાં આરોપીઓ પાસેથી ૩૦ લાખનું જેસીબી અને ૨૫ હજારનું બાઇક આમ કુલ મળીને ૩૦.૨૫ લાખનો મુદામાલ કબજે કરેલ છે આ કામગીરી પીઆઇ કે.એ. વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.જી.જેઠવા તેમજ જયદેવસિંહ ઝાલા, દિનેશભાઇ બાવળીયા, અજીતસિંહ પરમાર, વનરાજભાઇ ચાવડા, હરેશભાઇ આગલ, વિજયભાઇ ડાંગર, જનકસિંહ પરમાર, ફતેસંગ પરમાર, રમેશભાઇ મુંધવા, દિવ્યરાજસિંહ જાડેજા, ભગીરથભાઇ લોખીલ, વનરાજસિંહ ચૌહાણ, કેતનભાઇ અજાણા, જયદીપભાઇ પટેલ, પંકજભા ગુઢડા, હરપાલસિંહ ઝાલા, કુલદિપભાઇ કાનગડ, પૃથ્વીરાજસિંહ જાડેજા, દિપસિંહ ચૌહાણ,  યશવંતસિંહ ઝાલાએ કરેલ છે 






Latest News