મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીના અપહરણ, દુષ્કર્મ અને પોકસોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો


SHARE







મોરબીના અપહરણ, દુષ્કર્મ અને પોકસોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અપહરણ, દુષ્કર્મ અને પોકસોની ફરિયાદ નોંધાઈ હતી જે કેસ મોરબીની સ્પે.પોકસો કોર્ટમાં ચાલી ગયો હતો અને આરોપીના વકીલે કરેલ દલીલને ધ્યાને રાખીને કોર્ટે પોકસોના કેસમાં આરોપીને નિર્દોષ છોડવાનો હુકમ કરેલ છે

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તા.૩૦-૩-૨૦૧૩ ના રોજ આરોપી મનીષ ઉર્ફે લાલો ઘીરૂભાઈ સાણજા, રહે. કૃષ્ણનગર, મોટા દહીંસરા, તાલુકો માળીયા (મી.) વિરૂધ્ધ ઈન્ડિઅન પીનલ કોડની કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(૨) (એચ)(આઈ)(એમ) તથા પોકસો એકટની કલમ (૪) તથા (૬) હેઠળ  ભોગ બનનારને લગ્ન કરવાની લાલચ આપીને લલચાવી ફોસલાવી લઈને જઈને બદકામ કરવાના ઈરાદે ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કર્યું હોવાની ફરિયાદ કરી હતી જેમાં આરોપીના વકીલ તરીકે મોરબીના લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સેલ ચીફ શબાના એમ. ખોખર રોકાયા હતા જે કેસ મોરબીના મહે. સ્પે.પોકસો કોર્ટના વિશેષ ન્યાયાધિશ અને અધિક સેશન્સ જજ ડી.પી.મહીડા સાહેબની કોર્ટમાં ચાલી જતા ચીફ લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સેલની ધારદાર દલીલોને ધ્યાને લઈને આરોપી વિરૂધ્ધ કેસ સાબિત નહિ થતા આરોપી મનીષ ઉર્ફે લાલો ધીરૂભાઈ સાણજાને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે આ કેસમાં આરોપી તરફે મોરબી ડીસ્ટ્રીકટ લીગલ એઈડ વિભાગના લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સેલના ચીફ શબાના એમ. ખોખરનાઓ સાથે આસીસ્ટન્ટ જિંકલ એ. રાજકોટીયા તથા મયુર એ. પઢીયાર રોકાયેલ હતા.






Latest News