મોરબીના રંગપર ગામ નજીક અક્સમાતના બનાવમાં આધેડનું ઘટના સ્થળે જ મોત મોરબીમાંથી 4 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા મોરબીના ખાખરાળા ગામે ઊંચાઈ ઉપરથી નીચે પટકાતાં ઇજા પામેલ બાળક રાજકોટ સારવારમાં મોરબીના મચ્છુ-2 ડેમમાં મામા સાથે નહાવા ગયેલ ભાણેજનું પાણીમાં ડૂબી જવાથી મોત મોરબીના મકનસર પાસે બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત મોરબી આર.ટી.ઓ. કચેરી દ્વારા ફોર-વ્હિલર વાહનોના પસંદગીના નવા નંબર માટે ઓનલાઇન હરાજી કરાશે વાંકાનેર તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની ટીમની નવી રચના કરવામાં આવી મોરબીમાં શેરીમાં ગાળો બોલવાની ના કહેતા યુવાનને માથામાં ધોકો મારીને છરી મારવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબી : માથક શાળામાં પ્રતિભાશાળી વિદ્યાર્થીને સેલ્ફી કોર્નર દ્વારા પ્રોત્સાહન


SHARE









મોરબી : માથક શાળામાં પ્રતિભાશાળી વિદ્યાર્થીને સેલ્ફી કોર્નર દ્વારા પ્રોત્સાહન

માથક પે સેન્ટર શાળામાં શ્રેષ્ઠ વિદ્યાર્થીના પ્રોત્સાહન માટે અવનવી શૈક્ષણિક પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે. તેમાં શાળામાં "સેલ્ફી કોર્નર" માં વિદ્યાર્થીને નવાજવામાં આવે છે.વિદ્યાર્થી એકમ કસોટીમાં શ્રેષ્ઠ પ્રદર્શન, સત્રાંત મૂલ્યાંકન પરીક્ષામાં અવ્વલ નંબર, ચિત્ર પરીક્ષા, એન.એમ.એમ.એસ. પરીક્ષા, કલા મહાકુંભ, નવોદય પરીક્ષા, ગણિત-વિજ્ઞાન પ્રદર્શન, ઇન્સ્પાયર એવોર્ડમાં વિશેષ ભાગીદારી, હર રોજ હરદમ (નિયમિત વિદ્યાર્થી), પ્રામાણિક વિધાર્થી, સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન, શિક્ષક દિન ઉજવણીમાં સહભાગીતા, સ્ટુડન્ટ ઓફ ધ મન્થ અને માસ દરમિયાન વધારે આજનું ગુલાબ મેળવેલ બાળકોને સેલ્ફી કોર્નર માં સેલ્ફી લઈ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે.શાળાના આચાર્ય અમરશીભાઈ વાઘેલાના જણાવ્યા મુજબ પ્રતિભાશાળી વિદ્યાર્થીને સેલ્ફી કોર્નર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે તેમ જ બીજા વિદ્યાર્થીને પણ તેની પ્રેરણા મળે છે. અને શ્રેષ્ઠ કાર્ય કરવા પ્રેરાય છે.




Latest News