મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી નજીક ટ્રક કન્ટેનરના ચાલકે કારને ટક્કર મારતા દંપતી સહિત ચારને ઇજા: ગુનો નોંધાયો


SHARE







મોરબી નજીક ટ્રક કન્ટેનરના ચાલકે કારને ટક્કર મારતા દંપતી સહિત ચારને ઇજા: ગુનો નોંધાયો

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ નિર્મલ જ્યોત પેટ્રોલ પંપ પાસેથી યુવાન પોતાની કાર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક કન્ટેનરના ચાલકે તે કારને પાછળથી ટક્કર મારી હતી જેથી કરીને કાર ચાલક યુવાન સહિત કુલ ચાર વ્યક્તિને ઈજા થઈ હતી અને કારમાં નુકસાની થઈ હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં ટ્રક કન્ટેનરના ચાલક સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી નજીકના લગધીરનગર (નવાગામ) ખાતે રહેતા રમેશભાઈ ગોવિંદભાઈ ફુલતરીયા જાતે પટેલ (૪૫)એ ટ્રક કન્ટેનર નંબર જીજે ૧૨ બીટી ૭૯૩૦ ના ચાલક સામે મોરબી બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓ મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ નિર્મલ જ્યોત પેટ્રોલ પંપ પાસેથી પોતાના પત્ની સવિતાબેન અને બે દીકરા દેવ તથા સિદ્ધાંતને પોતાની હુંડાઈ કંપનીની વેન્યુ ગાડી નંબર જીજે ૩૬ આર ૩૨૧૨ માં બેસાડીને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક કન્ટેનરના ચાલકે પાછળથી ગાડીમાં ટક્કર મારી હતી જેથી કરીને કાર ચલાવતા ફરિયાદીને જમણા હાથના કાંડામાં તથા તેના દીકરા દેવને જમણા પગના ફેક્ચર જેવી ઇજા થઈ હતી તથા તેના પત્ની સવિતાબેન અને સિદ્ધાંતને મૂઢ ઈજા થઇ હોવાથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને ગાડીમાં નુકસાની કરી હતી જેથી સારવાર લીધા બાદ રમેશભાઈ ફુલતરીયા દ્વારા હાલમાં ટ્રકના ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મારામારીમાં ઇજા

હળવદ તાલુકાના સરંભડા ગામે મારામારીનો બનવા બનેલ હતો જેમાં છગનભાઈ કાળાભાઈ ઉઘરેજા (૪૦) નામના યુવાનને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત છગનભાઈ ઉઘરેજાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને બનાવની જાણ કરી હતી જેથી પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ હળવદ તાલુકા પોલીસની હદનો હોવાથી ત્યાં બનાવી જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના નવા બસ સ્ટેશન સામેના ભાગમાં આવેલ મહાવીર સોસાયટીમાં ગુલમોહર એપાર્ટમેન્ટમાં રહેતા આનંદભાઈ મગનભાઈ સંઘવી (૬૬) નામના વૃદ્ધ મોરબીના સનાળા રોડ ઉપર નવા બસ સ્ટેશન સામેથી બાઇકમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઇક સ્લીપ થયું હતું જેથી કરીને અકસ્માતના બનાવમાં ઇજા પામેલા આનંદભાઈ સંઘવીને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News