ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો !
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ ગામે ધંધો બરોબર ન ચાલતો હોય મંડપ સર્વિસના ધંધાર્થીએ ગોડાઉનમાં જ અંતિમ પગલું ભર્યું


SHARE





ટંકારાના લજાઈ ગામે ધંધો બરોબર ન ચાલતો હોય મંડપ સર્વિસના ધંધાર્થીએ ગોડાઉનમાં જ અંતિમ પગલું ભર્યું

ટંકારા તાલુકાના લજાઈ ગામ પાસે આવેલ બાપાસીતારામ મંડપ સર્વિસના ગોડાઉનમાં છતમાં લગાવેલ હુકમાં દોરડા વડે ગળાફાંસો ખાઈને મંડપ સર્વિસના ધંધાર્થી યુવાને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને તેના પરિવારજન ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને હોસ્પિટલ મારફતે આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા અને બાપા સીતારામ મંડપ સર્વિસના નામે ધંધો કરતાં લક્ષ્મણભાઈ મૂળજીભાઈ પાણ જાતે પટેલ (૩૮) એ કોઈ કારણોસર બાપા સીતારામ મંડપ સર્વિસના ગોડાઉનમાં છતના હુકમાં દોરડું બાંધીને તેની સાથે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તાત્કાલિક તેને તેના કાકાના દીકરા મનસુખભાઈ પ્રેમજીભાઈ પાણ મૃત હાલતમાં ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની ટંકારા સરકારી હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ એસ.બો.સીદીકી ચલાવી રહ્યા હોય તેની સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, મૃતક યુવાનનો મંડપ સર્વિસનો ધંધો બારોબાર ચાલતો ન હતો અને આર્થિક મૂંઝવણ હતી જેથી કરીને તેને અંતિમ પગલું ભરેલ છે તેવું મૃતકના પરિવારજન પાસેથી જાણવા મળેલ છે તેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

સુંદરીભવાની ગામે મારામારી

મોરબીના હળવદ તાલુકામાં આવેલા સુંદરીભવાની ગામે થયેલ મારામારીના બનાવમાં ઇજા પામેલા વિપુલ મેરામભાઇ ઠાકોર (રહે.સુંદરગઢ તા.હળવદ) નામના ૨૭ વર્ષના યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં અત્રેની સિવિલ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યો હતો.સિવિલ હોસ્પિટલ ખાતે વિપુલભાઈ ઠાકોરની સારવાર ચાલુ કર્યા બાદ હોસ્પિટલ સુત્રો તરફથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે આ બાબતે જાણ કરવામાં આવી હતી અને બનાવ હળવદ પોલીસ મથક વિસ્તારનો હોય તપાસ અધિકારી વી.કે.પટેલ દ્વારા આ બાબતે હળવદ પોલીસને જાણ કરાઈ હતી.

ખાખરેચી ગામે મારામારી

માળિયા મીંયાણા તાલુકાના ખાખરેચી ગામે મારામારીનો બનાવ બન્યો હતો.જે બનાવમાં પ્રવીણભાઈ વિઠ્ઠલભાઈ દેગામા નામના ૪૫ વર્ષના યુવાનને ઇજાઓ થતા તેમને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જેથી આ બાબતે એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.ફૂલતરીયા દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને આ બનાવ માળિયા પોલીસ સ્ટેશન વિસ્તારનો હોય ત્યાં આ બનાવ સંદર્ભે જાણ કરાઈ હતી.




Latest News