મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

ઓહાપોહ: મોરબીના ૧૦૦ જેટલા કારખાનેદારોને ગુજરાત ગેસ કંપનીએ એમજીઓના લાકડા જેવા બિલ ફટકાર્યા


SHARE







ઓહાપોહ: મોરબીના ૧૦૦ જેટલા કારખાનેદારોને ગુજરાત ગેસ કંપનીએ એમજીઓના લાકડા જેવા બિલ ફટકાર્યા

મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસને ઉદ્યોગકારો દ્વારા ગેસ કંપનીની સાથે એમજીઓ કરીને મેળવવામાં આવે છે જો કે, ૧૦૦ જેટલા કારખાનેદારો દ્વારા એમજીઓ કરવા માટે ૧૦ દિવસ પહેલા કંપનીમા અરજી કરી હતી તો પણ કંપની તરફથી એમજીઓ કરવામાં આવેલ નથી એન ગેસ વાપરનારા ઉદ્યોગકારોને નોન એમજીઓ મુજબના બિલ આપવામાં આવ્યા હતા જેથી કરીને ઉદ્યોગકારોએ મોરબીમાં ગુજરાત ગેસ કંપનીની ઓફિસે જઈને બઘડાટી બોલાવી હતી

મોરબીના સિરામિક ઉધોગમાં ઇંધણ તરીકે વપરાતા નેચરલ ગેસના ભાવમાં ગેસ કંપની દ્વારા બે દિવસ પહેલા જ ભાવમાં બે રૂપિયાનો વધારો કરવામાં આવેલ છે જેથી કરીને મોરબીના સિરામિક ઉદ્યોગ ઉપર દૈનિક ૮૦ લાખ રૂપિયા કરતાનું વધુનું ભારણ વધી ગયું છે અને તેવામાં મોરબીના સિરામિક ઉદ્યોગકારોની મુશ્કેલીઓ ગેસ કંપની દ્વારા વધુ વધારો કરવામાં આવેલ છે જેમાં મોરબી સિરામિક એસો.ના આગેવાનોએ માહિતી આપતા જણાવ્યુ હતું કે ગેસ કંપનીની સાથે એમજીઓ કરીને અહીના ઉદ્યોગકારો ગેસ લેતા હોય છે અને એમજીઓ કરવા માટે અરજી કરવામાં આવે એટ્લે જેટલો ગેસ ઉદ્યોગકારો માંગે તેટલો આપવામાં આવતો હોય છે

જો કે, ગત ૧૨ ઓગસ્ટે ૧૦૦ જેટલા કારખાનેદારો દ્વારા એમજીઓ કરવા માટે અરજી કરવામાં આવી હતી અને કારખાનેદારોએ ગેસનો વપરાશ શરૂ કર્યો હતો જો કે, તે કારખાનેદારોને કંપનીએ એમજીઓ મુજબ નહીં પરંતુ નોન એમજીઓ મુજબ ગેસના બિલ આપેલ છે જેથી એમજીઓના ભાવ કરતાં તેને ૧૪ રૂપિયા પ્રતિ કયુબિક મીટર ગેસ મોંઘો પડે છે જેથી કરીને મોંઘવારીના સમયમાં તે કારખાનેદારો ટકી શકે તેમ નથી જેથી સિરામિક એસો.ની આગેવાનીમાં ૧૦૦ વધુ કારખાનેદારોએ ગેસ કંપનીમાં રજૂઆત કરીને તેઓના એમજીઓ કરી આપવામાં આવે તેવી માંગ કરી હતી ત્યારે ઉદ્યોગકારો અને આગેવાનોએ ગેસ કંપનીની ઓફિસરમાં બઘડાટી બોલાવી હતી ત્યારે મોરબી સિરમાઈક એસો.ના પ્રમુખ મુકેશભાઇ કુંડારિયા, હરેશભાઈ બોપલિયા, વિનોભાઈ ભાડજા, માજી પ્રમુખ મુકેશભાઇ ઉઘરેજા, મણિભાઈ પટેલ, મનોજભાઇ પટેલ સહિતના સિરામિક ઉદ્યોગના આગેવાનો સહિતના હાજર રહ્યા હતા 






Latest News