ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં ઉંઘની ગોળીઓ પી લેતા યુવતી સારવારમાં


SHARE







મોરબીમાં ઉંઘની ગોળીઓ પી લેતા યુવતી સારવારમાં

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ પરસોતમ ચોક પાસે જિલ્લાની એપાર્ટમેંટમાં રહેતી રેસમાબેન મોહિતભાઈ લાડકા (૧૯) નામની યુવતી પોતાના ઘરે હતી ત્યારે કોઈ કારણોસર વધુ પડતી ઊંઘની ગોળીઓ ખાઈ ગઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તે યુવતીને સારવાર આપ્યા બાદ આ બનાવાની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે

મારામારીમાં ઇજા

મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલ સ્કાયનેટ પેકેજીંગ યુનિટ પાસે મારામારીનો બનાવ બન્યો હતો અને તેમાં મોરબીના મકનસર ગામે રહેતા વિજય ગોરધનભાઈ ચાવડા (૩૯) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મહેશભાઈ કાહાંગરા ચલાવી રહ્યા છે

બાઇક સ્લીપ

મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ માંડલ ગામ પાસેથી પીપળી ગામે રહેતા પ્રકાશભાઈ ચંદુભાઈ ખલાસી (૩૩) નામનો યુવાન પોતાના ભાઈના બાઈકમાં પાછળ બેસીને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર અકસ્માતે તે ડબલ સવારે બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતના બનાવમાં પ્રકાશભાઈને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળ કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા છે

ફિનાઇલ પીધું

મોરબીમાં સબજેલ ચોક પાસે રહેતો ચંદ્રેશ બાલાભાઈ ઝાલા (૨૦) નામનો યુવાન પોતે પોતાના ઘરે હતો ત્યારે કોઈ કારણોસર ફીનાઇલ પી ગયો હતો જેથી કરીને તે યુવાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તે યુવાનને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News