મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીની રાજપર-ઘુંટુ ગ્રામ પંચાયતને એક-એક જેટિંગ મશીન અર્પણ


SHARE











મોરબીની રાજપર-ઘુંટુ ગ્રામ પંચાયતને એક-એક જેટિંગ મશીન અર્પણ

મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાના હસ્તે મોરબી જિલ્લાના ઘુંટુ તેમજ રાજપર ગ્રામ પંચાયતને જેટિંગ મશીન અર્પણ કરવામાં આવ્યા છે અત્રે ઉલેખનિય છે કે, ૧૫ મું નાણાપંચ વર્ષ- ૨૦૨૨-૨૩ માં જિલ્લાની ૧૦% ગ્રાન્ટમાંથી ૨૦ લાખના ખર્ચે મોરબી જિલ્લાના રાજપર તેમજ ઘુંટુ ગ્રામ પંચાયતને જેટિંગ મશીન ફાળવવામાં આવ્યા છે જેનું જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે પ્રમુખે જણાવ્યુ હતું કે, “નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ ભારત મિશન શરૂ કર્યુ છે. જે હેઠળ દરેક શહેર અને ગામને સ્વચ્છ બનાવવા અને સ્વચ્છતા જાળવી રાખવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ જન અભિયાન હેઠળ મોરબી જિલ્લાના રાજપર અને ઘુંટુ ગ્રામ પંચાયતને ગટરની સફાઈ માટે જેટિંગ મશીન ફાળવવામાં આવ્યા છે. આ મશીન થકી ગામમાં ગટરની સફાઈમાં સરળતા રહેશે અને ગામમાં સ્વચ્છતા જળવાઈ રહેશે. ત્યારે ગામના સરપંચ અને તલાટી-મંત્રીને ચાવી આપવામાં આવી હતી અને લીલી ઝંડી બતાવી વાહનને પ્રસ્થાન કરાવ્યુ હતું ત્યારે ડીડીઓ ડી.ડી. જાડેજા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન, જયંતીભાઈ પડસુંબિયા, ચેરમેન સરોજબેન ડાંગરોચા, આગેવાન જીગ્નેશભાઈ કૈલા, યુસુફભાઈ સેરશિયા, અશોકભાઇ ચાવડા, જેઠાભાઇ પારેઘી તેમજ જિલ્લા પંચાયતના અધિકારીઑ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા






Latest News