મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના ટીંબડી નજીક બાઇક ચાલકને ટ્રક ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો


SHARE







મોરબીના ટીંબડી નજીક બાઇક ચાલકને ટ્રક ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના માળિયા હાઇવે ઉપર ટીંબડી ગામના પાટીયા પાસે વાહન અકસ્માતનો બનાવ બનો હતો જે બનાવમાં ઇજા પામેલ યુવાનને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે. મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા ટીંબડી ગામના પાટીયા પાસેથી બાઈક લઈને જઈ રહેલા કાંતિલાલ રતિલાલ નકુમ (ઉમર ૨૫) રહે.રણછોડનગર મોરબી ના બાઇકને અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા કાંતિલાલ નકુમને બંને પગના ભાગે, કપાળે અને આંખના ભાગે ઇજાઓ થયેલી હોય નીતિનભાઈ પરમાર નામની વ્યક્તિ તેને તાત્કાલિક મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવી હતી. ત્યાં પ્રાથમિક સારવાર કર્યા બાદ વધુ સારવાર માટે હાલ કાંતીલાલ નકુમને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો છે.

મારામારીના બનાવમાં ઈજા થતાં સારવારમાં

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ ટીંબડી ગામના પાટીયા પાસે ઓએસીસ સિરામિક નજીક મારામારીનો બનાવ બન્યો હતો.મારામારીના આ બનાવની અંદર નિઝામ રહીમભાઈ મોવર (૩૦) રહે.ટીંબડીના પાટીયા પાસે ને ઇજાઓ થઈ હોય તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો જેથી તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ આગળની તપાસ હાથ ધરી હતી.તે રીતે જ મોરબી તાલુકાના બગથળા ગામે થયેલ મારામારીના બનાવમાં દિપક ચકુભાઈ મકવાણા (ઉમર ૨૭) રહે.બગથળા વાળાને પણ મારામારીના બનાવમાં ઇજા પહોંચતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો જે અંગે તાલુકા પોલીસ મથકના અર્જુનસિંહ ઝાલા આગળની તપાસ ચલાવી રહ્યા છે. 

મહિલા સારવારમાં

મોરબીના સામાકાંઠે સોઓરડી પાછળ માળિયા-વનાળીયા સોસાયટી નજીક આવેલ શક્તિનગર સોસાયટી વિસ્તારમાં રહેતા લીલાબેન શામજીભાઈ મેજડીયા નામના ૫૫ વર્ષના વૃદ્ધાને તેમના ઘર પાસે સોસાયટી વિસ્તારમાં થયેલ મારામારીના બનાવમાં ઈજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઈ આવ્યા હતા.જેથી બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.તેમજ મોરબીના સામાકાંઠે માળિયા ફાટક પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થતા કાળુસિંગ હેતસિંગ રાજપૂત (ઉમર ૨૯) રહે.મુળ રાજસ્થાન વાળાને પણ ઇજા થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.






Latest News