મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

હળવદના રાયસંગપર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ એકના એક દીકરાનું મોત


SHARE







હળવદના રાયસંગપર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ એકના એક દીકરાનું મોત

હળવદ તાલુકાના રાયસંગપર ગામે વાડીએ રહેતાને ખેતીમાં મજૂર કામ કરતા પરિવારના યુવાન દીકરાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને પ્રથમ સારવાર માટે હળવદ અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટ લઈ ગયા હતા અને ત્યાથી રજા લઈને તેઓ વાડીએ આવ્યા હતા ત્યાર બાદ યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતો રાજેન્દ્ર પારસભાઈ નાયક (૧૭) નામનો યુવાન કોઈ કારણોસર વાડીએ હતો ત્યારે ખડમાં નાખવાની ઝેરી દવા પી ગયો હતો જેથી તેને સારવાર માટે પ્રથમ હળવદ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા અને ત્યાર બાદ ત્યાંથી રજા લઈને પારસભાઈ તેના દીકરાને વાડીને લઈને આવ્યા હતા અને ત્યાં તેનું મોત નીપજયું હોવાનું પારસભાઈ નાયક પાસેથી જાણવા મળેલ છે વધુમાં પારસભાઈ સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, તેઓ મૂળ છોટાઉદેપુરના નસવાડીના રહેવાસી છે અને હાલમાં રાયસંગપર ગામે સંજયભાઈ પોપરભાઈની વાડીએ રહીને તેઓ કામ કરી રહ્યા છે અને તેના એકના એક દીકરા રાજેન્દ્રએ કોઈ કારણોસર દવા પી લીધી હતી અને તેનું હાલમાં મોત નીપજયું છે હાલમાં આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હોવાથી પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

ઝેરી અસર

મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામેના ભાગમાં આવેલ ઠાકર લોજની પાછળના બગીચામાં ઘાસમાં દવા છાંટતા સમયે ઝેરી અસર થવાથી ફારૂકભાઈ હાસમભાઇ ચાનીતા (૪૫) નામના યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવવા અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવાની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવવાની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે

ફિનાઇલ પીધું

મોરબીના શનાળા રોડે જીઆઇડીસીની સામેના ભાગમાં રહેતો સંદીપ મણીલાલ જેસવાલ (૨૩) નામનો યુવાન પોતે પોતાના ઘરે હતો ત્યારે કોઈ કારણોસર તે ફિનાઇલ પી ગયો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવવાની આગળની વધુ તપાસ એચ.એમ. ચાવડા ચલાવી રહ્યા છે અને યુવાને કયા કારણોસર ફિનાઈલ પીધું હતું તે દિશામાં તપાસ ચાલી રહી છે






Latest News